જુઓ કેવી રીતે સુરતમાં હીરાના કારખાનામાંથી લાખો રૂપિયાના હીરા લઈને ફરાર થયો ચોર- ઘટના CCTVમાં કેદ

સુરત(Surat): શહેરમાં કાપોદ્રા(Kapodra) વિસ્તારની સ્નેહમુદ્રા સોસાયટી(Snehamudra Society)ના એક હીરાના કારખાનામાંથી અજાણ્યો શખ્સ હીરા ચકાસી 1.80 લાખની કિંમતના 10 નંગ હીરા ચોરી(Diamond theft) કરી ફરાર થઇ ગયો હોવાનો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. લગભગ 4 કેરેટના હીરા ચોરી કરનાર અજાણ્યો શખ્સ સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસ પણ તેની હરકતો જોઈને ચોંકી ઉઠી છે. હાલમાં કાપોદ્રા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

સિંગણપોર દેવપ્રયાગ રેસિડેન્સીના સાગર મહેશભાઇ ઠક્કરએ જણાવતા કહ્યું હતું કે, તેઓ કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટીમાં હીરાની ખાતું ધરાવે છે. એક મહીના પહેલા જ શરુ કર્યું છે. ગઈકાલે રાત્રીના સમય દરમિયાન ખાતું બંધ કરીને ઘરે આવી ગયા હતા. ત્યાર પછી રાત્રે 1.37 થી 2.44 વાગ્યાના સમયગાળા દરમિયાન એક અજાણયા ચોર શખ્સે તેમના ખાતામાં ઘુસી ગયો હતો. ગ્રિલના તથા ઓફિસના દરવાજાના તાળા કોઇ સાધન વડે ખોલી ખાતાની અંદર ઘુસી ગયો હતો. ત્યાર પછી કારખાનામાં ટેબલના ખાનામાં મુકેલ અલગ-અલગ કેરેટના તૈયાર 10 નંગ હિરાઓની ચોરી કરી લઈને ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર, આ તૈયાર હીરાની કિંમત અંદાજે 1.80 લાખ રૂપિયા હતી.

ચોરે તમામ હીરા ચકાસ્યા અને પછી હીરાની ચોરી કરી:
મળતી માહિતી અનુસાર, બીજા દિવસે તેમને ખાતામાં ચોરી થયાની જાણ થતાની સાથે જ તેઓએ સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી. ત્યારે આ સીસીટીવી કેમેરામાં ચોર ઇસમ કેદ થયો હતો. માત્ર એટલું જ નહીં પણ ખાનામાંથી હીરા કાઢી ચોરે તમામ હીરાની તપાસ કર્યા બાદ ચોરી કર્યા હોવાનું સ્પષ્ટ સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું. સીસીટીવીના આધારે તેમણે કાપોદ્રા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા  અજાણ્યા ઈસમ સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *