સોશિયલ મીડિયા પર મિત્રતા પડી ભારે! પોરબંદરમાં 27 વર્ષીય નરાધમે 13 વર્ષની યુવતીને ફસાવીને આચર્યું દુષ્કર્મ

Published on Trishul News at 3:35 PM, Fri, 3 November 2023

Last modified on November 3rd, 2023 at 3:36 PM

13 year old girl was raped in Porbandar: આજના યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખુબ વધી ગયો છે, તેની સાથે સાથે તેના નકારાત્મક પરિણામો પણ ખુબ વધી રહ્યા છે. ખાસ કરીને નાની ઉંમરની બાળકીઓને ફસાવવાના ધંધા ખુબ વધી રહ્યા છે. ત્યારે પોરબંદરમાં 13 વર્ષની તરૂણી સાથે 27 વર્ષના નરાધમે ફ્રેન્ડશીપ કર્યા પછી માત્ર 40 દિવસના સંપર્કમાં તેના ઉપર ચાર ચાર વખત દુષ્કર્મ(13 year old girl was raped in Porbandar) આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી ઉઠ્યો છે. અને હાલ પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી અનુસાર, પોરબંદરના કમલાબાગ પોલીસમથકની હદમાં રહેતા સગીરાના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેની માત્ર 13 વર્ષની દીકરીને એરપોર્ટ સામે ગાયત્રી હાઈટસમાં રહેતા અને મેડિકલ રીપ્રેઝન્ટેટીવ તરીકે ફરજ બજાવતા મિત સુધિર ભટ્ટે સોશીયલ મીડિયાના માધ્યમથી તેનો પરિચય કેળવ્યો હતો અને તે પછી તેની સાથેનો પરિચય ગાઢ બનાવીને તેને લલચાવી ફોસલાવી હતી.

40 દિવસની અંદર જ આ મિત ભટ્ટ નામનો શખ્સ સગીરાને અલગ અલગ જગ્યાએ લઈને દુષ્કર્મ આચર્યું હતું. તારીખ 20 સપ્નાંટેમ્બર ના રોજ સંપર્કમાં આવ્યા પછી માત્ર 40 દિવસની અંદર જ આ મિત ભટ્ટ નામનો શખ્સ સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો. જેમાં ચાર વખત તેના ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો સામે આવ્યું છે. મહત્વની બાબત એ છે કે એક વખત તો આ નરાધમ આ સગીરાને પોતાના ઘરે ફલેટ પર પણ લઈ ગયો હતો અને ત્યાં પણ તેણે દુષ્કર્મ ગુજાર્યું હતું.

તે સિવાય પણ અલગ અલગ ત્રણ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યો હતો. સગીરાના વાલીન ફરિયાદના આધારે પોલીસે મિત ભટ્ટની ધરપકડ કરી છે અને રીમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. અત્ર ઉલ્લેખનીય છે કે આજના સોશ્યલ મિડીયાના યુગમાં અસંખ્ય શખ્સો સગીરાઓ અને યુવતીઓને ફસાવી રહ્યાં છે અને લલચાવી ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવીને તેને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યાં છે ત્યારે આ મુદ્દે લોકજાગૃતિ લાવવી જરૂરી છે.

Be the first to comment on "સોશિયલ મીડિયા પર મિત્રતા પડી ભારે! પોરબંદરમાં 27 વર્ષીય નરાધમે 13 વર્ષની યુવતીને ફસાવીને આચર્યું દુષ્કર્મ"

Leave a comment

Your email address will not be published.


*