કોંગ્રેસ નેતા દર્શન નાયક એ સુરતના કયા ટોલનાકાની આવક જાહેર કરવા કરી માંગ?

Published on Trishul News at 6:35 PM, Mon, 6 November 2023

Last modified on November 6th, 2023 at 6:35 PM

સુરત જીલ્લા અને શહેરી વિસ્તારમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર ટોલનાકા આવેલ છે. આ તમામ ટોલનાકા ખાતે વાહનોના ટોલ ટેક્સ વસૂલ કરવાનું કામ ખાનગી એજન્સી ને આપવામાં આવેલ છે. સરકારે રસ્તા બનાવવાની પોતાની જવાબદારીમાંથી જાણે કે પોતાના હાથ ખંખેરી લીધા છે. કેટલીક જગ્યાએ પીપીપી મોડલથી તો કેટલાક સ્થળોએ પ્રાઇવેટ કંપનીઓને ટોલ નાકાનું સંચાલન સોંપી દેવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા દર્શન નાયક(Congress leader Darshan Nayak) ફરી એકવાર લોકસમસ્યાને લઈને આગળ આવ્યા છે.

સુરતમાં ટોલ નાકાનાં સંચાલકો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવાના પગલે ચારેકોર વિરોધના સૂર ઉઠી રહ્યા છે સુરત શહેર અને જીલ્લામાં આવેલ ટોલનાક ખાતે જે એજન્સીને કામ સોંપવામાં આવેલ છે તે ખાનગી એજન્સીઓ દ્વારા ટોલનાકા ખાતે પોતાના ખાનગી CCTV કેમેરા લગાવી મોનીટરીંગ કરવામાં આવે છે.આ ટોલનાકા ખાતે લગાવેલ CCTV કેમેરાનું કંટ્રોલિંગ જે તે ટોલનાકા ની એજન્સી પાસે હોય છે.

જેથી આવા CCTV કેમેરાનાં રેકોર્ડ વિશ્વનિય રહેતો નહીં. ટોલનાકનું સંચાલન પાદર્શીત રીતે થાય તે માટે ગુજરાત સરકારે મુંબઈના પાંચેય ટોલનાકા ખાતે જેમ એન્ટ્રી અને એઝિટ સમયે લાઇન પર સરકાર દ્વારા સંચાલિત CCTV કેમેરા લગાવવામાં આવેલ છે તે જ રીતે ગુજરાત સરકારે સુરત જીલ્લા અને શહેરી વિસ્તારમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપરનાં ટોલનાકા ખાતે રાજ્ય સરકારનાં કંટ્રોલિંગમાં રહે એવા CCTV કેમેરા લગાવવા જોઈએ.

વધુમાં જણાવતા કહ્યું કે, પ્રત્યેક ટોલનાકા ખાતે ટોલટેક્ષ દ્વારા ખાનગી એજન્સીને વાર્ષિક કુલ કેટલી આવક થાય છે તે માહિતી દરેક ટોલનાકા ખાતે વાહન ચાલકો જાણી શકે તે રીતે મૂકવી જોઈએ તથા ટોલનાકા ખાતે જે એજન્સી ને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હોય તે એજન્સી દ્વારા કઇ કઇ સુવિધાઓ આપવાની ફરજ છે તથા હાલમાં કઇ કઇ સુવિધાઓ આપવામાં આવી રહી છે તેની યાદી પણ ટોલનાકા ખાતે જાહેર જનતાએ દેખાઈ એ રીતે મૂકવી જોઈએ.

વધુમાં જણાવતા કહ્યું કે, ટોલનાકા ખાતે અનેક વાર અવર-જવર કરનાર વાહનચાલકો સાથે દુર્વ્યવહાર થવાના તથા ખોટી રીતે ટોલ ટેક્સ વસૂલ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પલસાણા – સચિન – હજીરા હાઇવે પર બે કિલોમીટરનો રસ્તો પસાર કરવા મોટેભાગે પિક અવર્સમાં આશરે બે કલાક ટ્રાફિક જામ રહે છે.સર્વિસ રોડ બન્યા નથી,એ જોતાં પિક અવર્સમાં ભાટિયા ટોલ નાકાનાં સંચાલકો દ્વારા સવારે 09:30 થી 11:30 અને સાંજે 06:30 થી 08:30 સુધીનાં સમયગાળામાં વાહનોને ટોલ ટેક્સમાંથી નિયમ અનુસાર મુક્તિ મળવી જોઈએ.રાજ્ય અને કેન્દ્ર સરકારે તથા હાઇવે ઓર્થોરીતિએ સાથે મળી ટોલનાકા ખાતેની ફરિયાદ નિવારવા માટે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવો જોઈએ.

મળતી માહિતી અનુસાર, ટોલ ટેક્સનો ઉપયોગ રસ્તા વગેરેની જાળવણી અને બાંધકામ માટે થાય છે. સરકાર આ ફી વડે હાઈવે અને એક્સપ્રેસ વેનું આયોજન અને જાળવણી કરે છે.પરંતુ સુરત શહેર અને જીલ્લામાં આવેલ ટોલનાકાઓનું સંચાલન જે એજન્સીને સોંપવામાં આવેલ છે તે એજન્સી રસ્તાઓની જાળવણી સરકારનાં નિયમો મુજબ કરી રહી નથી. જેને કારણે હાઇવે ઉપર વારંવાર અક્સમાતો થઈ રહ્યા છે તથા સામાન્ય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવવાનો આવી રહ્યો છે.(Congress leader Darshan Nayak) સદર બાબતે પણ તપાસ થવી જોઈએ તથા ટોલ ટેક્સ વસૂલ કરનાર એજન્સીની જવાબદારી નક્કી થવી જોઈએ. ઉપરોક્ત રજૂઆતને ધ્યાને રાખી સુરત શહેર અને જીલ્લામાં આવેલ ટોલનાકાઓનો વહીવટ પારદર્શી રીતે થાય તથા આવક જાહેર કરવાનાં નિયમો બનાવી સરકાર અને વાહનચાલકોને ફાયદો થાય તે માટે લોકહિતમાં કાર્યવાહી કરવી જોઈએ.

Be the first to comment on "કોંગ્રેસ નેતા દર્શન નાયક એ સુરતના કયા ટોલનાકાની આવક જાહેર કરવા કરી માંગ?"

Leave a comment

Your email address will not be published.


*