સુરત હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે દિવાળી વેકેશનની તારીખ જાહેર- મહિનાથી વધુના વેકેશનની શક્યતા

Date of vacation in diamond industry in Surat: ડાયમંડ સીટી સુરતમાં દિવાળી વેકેશનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.સુરતમાં હીરાના વિવિધ યુનિટોમાં 5 નવેમ્બરથી લઈને 9 નવેમ્બર સુધીમાં વેકેશન પડશે.અમુક કારખાનામાં પહેલાથી જ પોસ્ટરો લગાવી જાહેરાત કરી દેવામાં આવી હતી.જેને સુરત ડાયમંડ એસોસિએશન(Date of vacation in diamond industry in Surat) દ્વારા રદિયો આપી વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે.

સુરત એટલે ડાયમંડ સીટી અને સમગ્ર દુનિયામાં હીરા પુરા પાડનાર સુરત માટે દિવાળી ખાસ હોય છે. આખા વર્ષ દરમિયાન કામગીરી કરી દિવાળીએ વેકેશન પાડવામાં આવે છે અને વેકેશન પહેલા તમામ હિસાબ કિતાબ મેળવી કર્મચારીઓને પગાર પણ ચૂકવી દિવાળી વેકેશન પડી દેવામાં આવે છે. ત્યારે હીરા ઉદ્યોગમાં વેકેશનને લઈ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તારીખની જાહેરાત પણ કરવામાં આવી હતી. 5 નવેમ્બરથી લઈ 9 નવેમ્બર સુધી સુરતના તમામ નાના મોટા યુનિટમાં વેકેશન પાડી દેવામાં આવશે.

આ વર્ષ દરમિયાન હીરા ઉદ્યોગમાં મંદી અને તેજી એમ બને ચાલી રહ્યું હતું. દિવાળી પછી તેજી આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલતું હતું .જેને લઈ હીરા ઉદ્યોગ પર ઘણી અસર પડી હતી અને મંદીનું ગ્રહણ પણ લાગ્યું હતું. તે દરમિયાન હીરા વેપારીઓએ યુક્તિ પ્રયુક્તિથી વેપાર કરી અને હીરા ઉદ્યોગને મંદીમાં પણ સંતુલન બનાવી ચાલુ રાખવામાં આવ્યું છે.

જેથી રત્નકલાકારો બેરોજગાર ન બની જાય. હાલ પણ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે, 15 ડિસેમ્બર સુધી રફ હીરાની આયાત નહીં કરવી. કારણ કે આમ કરવાથી રફનો સ્ટોક પૂર્ણ થઈ જવાથી મંદીમાં સંતુલન બનાવી શકાય. હાલ હીરા ઉદ્યોગમાં તેજીના એંધાણ પણ જોવા મળી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, મંદી વચ્ચે તમામ વેપારીઓ પણ અટવાઈને બેઠા છે. જેથી આવનારા દિવસોમાં વેકેશન ખુલવાની તારીખ જાહેર કરવામાં આવશે. સરેરાશ દર વર્ષે 20થી 22 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે છે પરંતુ હાલની પરિસ્થિતિના કારણે વેકેશન ખુલવાની તારીખ હજી જાહેર કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *