સુરતમાં દિવાળી પહેલા બીજું કુટણખાનું ઝડપાયું… સાત લલના ગ્રાહકો સાથે એવી હાલતમાં હતી કે, પોલીસ પણ આંખ બંધ કરી ગઈ

સુરત(Surat): શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્પા (Spa)ની આડમાં ચાલી રહેલા કુટણખાના ઝડપાઈ રહ્યા છે. ત્યારે હાલ સુરતના રીંગરોડ(ring road) સ્થિત ચામુંડા હોટલ (Chamunda Hotel)ની બાજુમાં…

સુરત(Surat): શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્પા (Spa)ની આડમાં ચાલી રહેલા કુટણખાના ઝડપાઈ રહ્યા છે. ત્યારે હાલ સુરતના રીંગરોડ(ring road) સ્થિત ચામુંડા હોટલ (Chamunda Hotel)ની બાજુમાં મદ્રાસ હોટલ (Madras Hotel)ની ઉપર ન્યુ સ્પા ઇન્ડિયા સ્પા (New Spa India)ની આડમાં ધમધમી રહેલા વધુ એક કૂટણખાના પર દરોડા પાડી પોલીસે સંચાલક અને ગ્રાહક તથા સાત લલના સહિત નવ લોકોની ધરપકડ કરી છે. તેમજ હાલ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંચાલક અટકાયતમાં લેવાયો:
પોલીસને બાતમી મળી હતી કે, સુરતના રીંગરોડ સબજેલની સામે ચામુંડા હોટલની બાજુમાં મદ્રાસ હોટલના પહેલા માળે અને ત્રીજા માળે સ્પાની આડમાં કુટણખાનું ધમધમી રહ્યુ છે. તેથી મળેલી બાતમીના આધારે અઠવાલાઈન્સ પોલીસે આ સ્થળો પર દરોડા પાડ્યા હતા.

આ દરમિયાન પહેલા માળે દુકાન બંધ હોવાથી ત્રીજા માળે ન્યુ ઇન્ડિયા સ્પામાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી ભટારમાં રહેતા સ્પા સંચાલક અર્જૂન લક્ષ્મણ શર્માની અટકાયત કરી સર્ચ કર્યું હતું. જે અંતર્ગત દુકાનમાં બનાવામાં આવેલા અલગ અલગ રૂમમાં તપાસ હાથ ધરી હતી.

નવ લોકોની ધરપકડ:
પોલીસે દરોડા પાડતા શરીરસુખ માણવા આવનાર ગ્રાહક અમર દત્તુરામ શાદ અને એક લલના કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. આ સિવાય પોલીસ દ્વારા અન્ય રૂમમાં તપાસ કરતા દેશના અલગ અલગ રાજ્યની કુલ સાત લલના મળી આવી હતી. જેને પગલે પોલીસે ગ્રાહક અને સંચાલક સહિત નવ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે રોકડ અને કોન્ડમ મળી 3 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *