અરે વાહ! હજુ તો બોલતા પણ નથી શીખીને પોરબંદરની આ ફૂલ જેવી દીકરીએ સર્જ્યો ઇતિહાસ- જાણીને છાતી ગર્વથી ફૂલી જશે

ગુજરાત: પોરબંદર (Porbandar) માં રહેતી ફક્ત પોણા બે વર્ષની બાળકી ફક્ત 1 મિનિટમાં કડકડાટ 33 ફ્લેશકાર્ડ જોઈને બોલી શકે છે. તેમના વાલી (Guardian) એ વર્લ્ડ રેકોર્ડ માટે અરજી પણ કરી છે. પોરબંદરમાં રહેતા ગૌરવભાઈ (Gauravbhai) પાબારીની પોણા બે વર્ષની બાળકી નિવા (Niva) નામની દીકરી ફક્ત 1 મિનિટમાં 33 ફ્લેશકાર્ડ જોઈએ બોલી શકે છે.

નિવાના માતા-પિતા જણાવે છે કે, ફક્ત 1 મિનિટમાં 33 ફ્લેશકાર્ડ જોઈને બોલવું તે બાળકીની સિદ્ધિ કહી શકાય. આ અંગેનો રેકોર્ડ છે. પહેલા ગીનીસ બુકમાં 1 મિનિટમાં 18 ક્લેશકાર્ડ બોલવાનો તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં 1 મિનિટમાં 21 ફ્લેશકાર્ડ બોલવાનો રેકોર્ડ રહેલો છે કે,1 વર્ષ તથા 10 માસના બાળકે બનાવ્યો છે.

જ્યારે નિવા 1 વર્ષ તેમજ 7 માસની છે. એણે 1 મિનિટમાં 33 ફ્લેશકાર્ડ બોલી નાંખ્યા છે કે, જે બાબત ગૌરવની વાત કહેવાય. આ અંગેનો એક વિડિઓ બનાવવામાં આવ્યો છે તેમજ લીમકા, ગીનીશ બુક, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં નિવાના વિડિઓ મોકલી એપ્લાય કરવામાં આવ્યું છે.

નિવા નામની બાળકી રેકોર્ડ બનાવશે કે, જેથી નાની ઉંમરની આ બાળકી જિલ્લાનું નામ રોશન કરશે તેવી તેમના વાલીઓ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે. નિવાના માતા જાનકીબેને જણાવે છે કે, નિવા જ્યારે 6 મહિનાની હતી ત્યારે તેમને ફ્લેશકાર્ડ બતાવતા હતા તેમજ સમજાવતા હતા.

આ બાળકી હાલમાં કડકડાટ ફ્લેશકાર્ડને જોઈને ચિત્રના નામ બોલી રહી છે. આપને જાણીને આશ્વર્ય થશે કે, નાની બાળકીને કોઈ તાલીમ આપવામાં આવી નથી તેમજ આ એક ગોડ ગિફ્ટ કહી શકાય એવું લોકો જણાવી રહ્યા છે. આમ, દીકરીએ ઇતિહાસ સર્જયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *