સુરતના વેસુ વિસ્તારમાં માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે. બે વર્ષની બાળકી નું અપહરણ કરી એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી સાથે થયેલી આ હેવાનિયત ને જોઈ ડોક્ટરો પણ ચોકી ઉઠ્યા હતા. પરિવાર સાથે રોડ પર સૂતેલી બે વર્ષની બાળકીનું ડમ્પરચાલકે અપહરણ કરી સાથે લઈ ગયો હતો અને સૂમસાન જગ્યાએ લઈ જઈ બાળકીને પીંખી નાખી હતી. આ ઘટના બાદ સુરતીઓમાં રોષ ની લાગણી છવાય છે.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ડમ્પરચાલકને ઝડપી પાડ્યો હતો, પરંતુ તે પહેલા જ આ નરાધમે બે વર્ષની બાળકીને પીંખી નાખી હતી. મહિલા હેડ કોન્સ્ટેબલે પીડિત પરિવારની મદદ કરી હતી. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી છે, અને તાત્કાલિક બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
બે વર્ષની બાળકી સાથે પાર થઈ હેવાનિયત…
ક્રાઈમ સીટી સુરતમાં અવારનવાર અપહરણ અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક બાળકીનો ભોગ લેવાયો છે. સુરતના વેસુ સિટી લાઇટ વિસ્તારમાં નાની બાળકી સાથે શ્રમિક પરિવાર રસ્તા પર સૂતો હતો. તે દરમિયાન મોડી રાત્રે રોડ પરથી પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે દુષ્કર્મના ઇરાદે બાળકીનું અપહરણ કર્યું હતું અને અવાવરું જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચાર્યું હતું.
બે વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર ઈજા…
બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર ઇજાના નિશાનો દેખાતા તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ઘટના દરમિયાન વેસુ પોલીસ મથકની પેટ્રોલિંગ કરતી PCR ત્યાંથી પસાર થઈ રહી હતી, અને મહિલા હેડ કોન્સ્ટેબલે પરિવારનો અવાજ સાંભળી કંટ્રોલરૂમને જાણ કરી હતી. પોલીસ કંટ્રોલરૂમની સતર્કતાને કારણે પોલીસ બાળકી સુધી પહોંચી હતી અને ટ્રક ચાલકની અટકાયત કરી હતી. પરંતુ તે પહેલા જ આ નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચરી લીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.