પાલીતાણાનાં રણછોડભાઈ છે ઝવેરચંદ મેઘાણીનું મૂર્તિમંત સ્વરૂપ- સંપૂર્ણ જીવન બનાવ્યું મેઘાણીમય

ગુજરાતી સાહિત્યના ઘૂઘવતા મહેરામણ તેમજ ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની સુપ્રસિદ્ધ પંક્તિઓ “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ…. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ..” ને પાલીતાણાના રણછોડભાઇ મારુંએ થોડી જુદી રીતે આત્મસાત કરી બતાવ્યો છે.

તેઓ જણાવે છે કે, હો રાજ મને લાગ્યો ઝવેરચંદ મેઘાણીનો રંગ…” જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાનાં રણછોડભાઈ મારુંને જાણે ઝવેરચંદ મેઘાણીનો રંગ લાગ્યો હોય એ રીતે છેલ્લાં બે દાયકાથી મેઘાણી મંદિર બનાવીને તેમના જેવો અદ્દલ પોશાકની સાથે પોતાનું જીવન પસાર કરી રહ્યાં છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના તેઓ અનોખા ચાહક છે. મેઘાણી પ્રત્યે તેમને એવો અદ્ભુત પ્રેમ છે કે, બિલકુલ તેમનાં જેવો જ પહેરવેશ પહેરે છે.

મારે મન દરરોજ મેઘાણી જન્મજયંતી:
રણછોડભાઈ કહે છે કે, છેલ્લાં 40 વર્ષથી મેઘાણીજીની જન્મજયંતી હું હૃદયથી ઉજવી રહ્યો છું. મેઘાણી ભવનમાં છેલ્લા 20 વર્ષથી જઉં છું. મારે મન દરરોજ મેઘાણી જન્મ જયંતી છે. લોકો 125 મી જન્મ જયંતી ઊજવી રહ્યાં છે પણ હું જીવું ત્યાં સુધી હરરોજ જન્મ જયંતી ઊજવીશ તેવો દ્રઢ વિશ્વાસ ધરાવે છે.

મેઘાણી જન્મ તિથિ 9 માર્ચના રોજ ઉજવાતી હોય છે એમાં પણ હું માનતો નથી. કારણ કે, મેઘાણીજી નિધન પામ્યાં જ નથી. એ મૃત પામે તેની જ તિથિ ઉજવવામાં આવતી હોય છે. મેઘાણી બાપુ હરહંમેશ સૌના હૃદયમાં રહેલા છે. આવનાર અનેક વર્ષો સુધી લોકોના જીવનમાં રહેશે એવી મેઘાણી પ્રીતિ તેમના શબ્દોમાં ઝળકી  આવે છે.

રણછોડભાઈને દૂરથી કોઈ જૂએ તો તેમણે ઝવેરચંદ મેઘાણી સમજીને થાપ ખાઈ બેસે એટલી ચોકસાઈપૂર્વક તેઓ તેમને અનુસરે છે. ઝવેરચંદ મેઘાણી પ્રત્યે રણછોડભાઈ મારુંને એટલી હદે આદર છે કે, તેમના પોતાના ઘરમાં મેઘાણીનું મંદિર બનાવવામાં આવ્યું છે તેમજ તેઓ ઈશ્વરની જેમ ઝવેરચંદ મેઘાણીના માનમાં પૂજાપાઠ કરે છે. તેમને સવાર-સાંજ નિયમિત નમન પણ કરે છે.

સમગ્ર ઘર અને તેમનું સમગ્ર જીવન મેઘાણીમય:
તેમનું સમગ્ર ઘર અને જીવન સંપૂર્ણપણે મેઘાણીમય છે. ઝવેરચંદભાઈ જે જગ્યાએ ફરીને તેના વિશે લખતાં તે બધા સ્થળો તથા સોરઠ પંથકમાં બોટાદની તેમની કર્મભૂમિ હોય ત્યાં બધે રણછોડભાઇએ ફરીને પવિત્ર ભૂમિને નમન કરવામાં આવ્યા છે. પહેલા ધોરણનો જ શિક્ષણ મેળવેલ રણછોડભાઈની આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે એક સમયે તેમણે લોખંડ પતરાનો ભંગાર વેચીને ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોની ખરીદી કરી હતી.

આની સાથે જ તેમના વિશે અભ્યાસ પણ કર્યો હતો. ત્યારપછી હાલમાં રણછોડભાઈને કસુંબીનો રંગની જેમ મેઘાણીનો રંગ લાગ્યો હોય ઝવેરચંદ ભાઈની સ્મૃતિમાં છેલ્લાં શ્વાસ સુધી પોતાનું જીવન પસાર કરવાનો નિર્ધાર કર્યો છે. આમ, એમણે લોકોને ખુબ પ્રેરણા આપી છે.

ઝવેરચંદ મેઘાણીના સ્મૃતિ સ્થાનોએ ફર્યા:
તેમના ઘરની પાલીતાણામાં મુલાકાત લેવા જેવી છે. તેમના ઘરની મુલાકાત વખતે તમે જોઈ શકો છો કે, તમામ દિવાલ પર તેમની સ્મૃતિ જ જડેલી છે. તેમના પુસ્તકોના ચિત્રો ટાંગેલા છે તેમજ વચ્ચે બિરાજમાન છે ઝવેરચંદ મેઘાણીનું નિજમંદિર. અહીં રણછોડભાઈ પૂજા પાઠ કરીને તેમને યાદ કરે છે.

તેમની પાસે એક સ્કૂટર છે તેના ઉપર તેઓ ઝવેરચંદ મેઘાણીના દરેક સ્મૃતિ સ્થાનો પર ફરેલાં છે. તેઓ ભલે પોતે ઓછું ભણ્યાં હોય છતાં તેમને કાયમ યાદ રાખવાં માટે પુસ્તકોનું લેખન પણ કરવામાં આવ્યું છે. ઝવેરચંદ મેઘાણીની હમશકલ જેવા રણછોડભાઈ મારું જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ તથા ભાવનગર જિલ્લામાં આવેલાં પાલીતાણામાં રણછોડભાઈની ઓળખ ઝવેરચંદ મેઘાણીની આવૃત્તિ તરીકેની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *