સુરતમાં મોડીરાતે ગેસનો બાટલો ફાટતા ભભૂકી ઉઠી આગ- જવાલાઓની ચપેટમાં આવતા પ્રસાદી બનાવતી મહિલાનું મોત

Woman dies in Bottle Explosion fire in Surat: આકસ્મિક ઘટનાઓ ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વધુ એક આકસ્મિક ઘટના…

Woman dies in Bottle Explosion fire in Surat: આકસ્મિક ઘટનાઓ ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વધુ એક આકસ્મિક ઘટના ગુજરાત રાજ્યના સુરત શહેર માંથી સામે આવી છે. સુરતમાં આવેલા સિટીલાઈટ વિતારના દેવકૃપા એપાર્ટમેન્ટના 10માં માળે લાગેલી આગમાં દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

આ ઘટના અંગે મળેલી માહિતી અનુસાર ઘટનાને પગલે બે બાળકીઓને ઈજાગ્રસ્ત અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. સિટીલાઈટ વિસ્તારમાં આવેલા અશોક પાનની સામેની ગલીમાં આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા સંજીવ ટીંબરીવાલાએ પોતાના ધરે પૂજાપાઠનું આયોજન ક્યુ હતું. આ આયોજને પગલે ઘટમાં મહેમાનો એકત્ર થયા હતા, ત્યારે આ દરમિયાન પૂજાની પ્રસાદી તૈયાર કરતી વખતે અચાનક જ ઘરમાં આગ લાગી હતી અને જોત જોતમાં તો આગે વિકરાળ રૂપ લઇ લીધું હતું,

આ ઘટનાથી ખુબજ અફરા તફરીનો માહોલ ઉભો થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને થતા ઘટનાની ગંભીરતા સમજીને તરતજ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી, મળેલી માહિતી અનુસાર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 15 થી વધુ લોકોને ફ્લેટમાંથી બહાર કાઢ્યા હતા.

આ આકસ્મિક ઘટનાને પગલે બે બાળકી અને એક મહિલાને ઈજાગ્રસ્ત અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. દેવકૃપા એપાર્ટમેન્ટના 10માં માળે આગ લાગી હતી અને આ ઘટનાથી દરેક લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. પરંતુ ફાયરની ટીમ સમય સૂચકતા વાપરીને મહેમાનોને બચાવી લીધા હતા અને આગને કાબુમાં લેવાનું કાર્ય હાથ ધર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *