સુરતમાં પોલીસ વાળા બન્યા ગુંડા: જાણો શા માટે પેટ્રોલપંપ કર્મીને ગાળો આપી માર્યો માર

સુરત(Surat): શહેરમાં પોલીસ નામની પ્લેટ લગાવી એક ઇસમ દ્વારા પેટ્રોલપંપ(petrol pump)ના કર્મચારી સાથે દાદાગીરી કરી હોવાની ઘટના સામે છે. જો વાત કરવામાં આવે તો સુરતના પુણા સીમાડા કેનાલ રોડ(Puna Seemada Canal Road) પર આવેલ એક પેટ્રોલપંપ પર પોલીસ નામની લખેલી પ્લેટ લગાવી આવેલા વ્યક્તિઓને પેટ્રોલપંપ કર્મચારીએ ગાડી ગાડી પાછળ લેવાનું કહેતા મામલે ગુસ્સે થયો હતો. જેમાં કારમાં આવેલ વ્યક્તિઓ પોલીસનો રોફ જમાવી કર્મચારીઓ સાથે માથાકૂટ અને દાદાગીરી કરી અપશબ્દો બોલ્યા હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ(Viral video) થઈ રહ્યો છે.

આ વિડીયોને જાણીતા એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા ફેસબુક હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. તેમણે આ વિડીયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, પોલીસ કર્મચારીઓ દારૂ પીને હુંડાઈ ફોરવિલ નં. GJ06JM0334 લઈને તા. 08/04/2023 રાતના 02:00 કલાક આસપાસ કૃષ્ણ પેટ્રોલ પંપ, પુણા સીમાડા બીઆરટીએસ કેનાલરોડ, સુરત ખાતે પેટ્રોલ પંપ કર્મચારી સૂતો હોય જેથી તેને પાછળના ભાગ પર લાત મારી ઉઠાડી ગાળા ગાળી કરી અને પેટ્રોલ ભરવાનું કહેતા સામેવાળા વ્યક્તિએ વિરોધ કરતા માર મારતા પોલીસ કર્મચારીઓ…

વધુમાં તેમણે લખ્યું છે કે, પોલીસ કર્મચારીઓ દારૂ પીધેલી હાલતમાં હોય, આગળની નંબર પ્લેટ ના હોય અને ગાડી પર પોલીસની પ્લેટ લગાડી અને પોતાને સર્વેસર્વા માની લેતા પોલીસ કર્મચારીઓને ધ્યાન રાખવું કે. પોલીસની વર્દી એ સુરક્ષા સેવા અને શાંતિ માટે મળે છે જો સુરક્ષા સેવા શાંતિ ના કરી શકો તો કંઈ નહી પરંતુ જાહેર જનતાને હેરાન પરેશાન ગાળા ગાળી માર મારી પોતાની જો હુકમી ચલાવવાનું બંધ કરી દેજો નહીં તો તકલીફ ચોક્કસથી પડશે.

ઉમેરતા કહ્યું છે કે, સુરત પોલીસને વિનંતી કે, સેવાના આડમાં આવી રીતે જો જોહુકમી ચલાવતા બેફામ પોલીસ કર્મચારીઓ પર સખ્ત કાર્યવાહી કરી અને લગામ લગાવે… મહત્વનું છે કે, પોલીસ જવાન રોફ જડીને પોતે જ કઇક છે તેવું દેખાડી રહ્યો છે, સાથે જ મસમોટી ગાળો ભાંડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *