ગુજરાત(GUJARAT): રાજ્યમાં અકસ્માતના કિસ્સો યથાવત જ રહે છે, જયારે વધુ એક અકસ્માતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા સુરત(SURAT) શહેર માંથી સામે આવી છે. સુરત શહેરમાં અકસ્માતના બનાવો બનતા જ રહે છે. તેમજ ભૂતકાળમાં સિટી બસ(City bus) ચાલકોએ લોકોને અડફેટે લીધા બાદ મોત થયાની ઘટનાઓ પણ સામે આવતી જ હોય છે.
ત્યારે હાલ સુરત સિટી માંથી બસનો એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો(Viral video)માં સિટી બસનો ચાલક ફૂલ સ્પીડમાં રોંગ સાઈડમાં બસ ચલાવતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા(Social media) પર આ વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે, વીડિયો વાયરલ થતાં લોકો પાલિકાના સિટી બસ સેવાની સામે અનેક સવાલ ઉઠાવી રહ્યા છે.
અત્યાર સુધી સુરત મનપાના સિટી બસના ડ્રાઈવરની બેદરકારી સામે અનેક વાતો થતી હતી અને અનેક આક્ષેપો પણ લગતા હતા, ત્યારે સુરતમાં સિટી બસ ચાલકની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. સિટી બસ ચાલકની બેદરકારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સિટી બસનો ડ્રાઈવર રોંગ સાઈડમાં બસ દોડાવતો જોવા મળી રહ્યો છે.
આ વીડિયો રાહદારી દ્વારા આ ઉતારવામાં આવ્યો છે અને વાયરલ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો ગોડદરા ડીંડોલી બ્રિજ પરનો છે. પાલિકાની બસના ડ્રાઈવરે ટ્રાફિકથી ધમધમતા બ્રિજ પર ફૂલ સ્પીડમાં રોંગ સાઈડમાં બસ દોડાવી હતી. રોંગ સાઈડમાં બસ ચલાવવાથી અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.