ટ્રેન સામે આપઘાત કરવા કૂદેલા યુવકને, પોલીસે હવાની ઝડપે બચાવ્યો- જુઓ VIRAL વિડીયો

મહારાષ્ટ્ર (Maharashtra) ના થાણે (Thane) જિલ્લાના વિઠ્ઠલવાડી રેલવે સ્ટેશન (Vitthalwadi railway station) નજીકની આ ઘટના છે. વિઠ્ઠલવાડી રેલવે સ્ટેશન પરથી એક એક્સપ્રેસ ટ્રેન પસાર થવાની થોડીક સેકન્ડ પહેલા પોલીસ કર્મીએ એક છોકરાને રેલવે ટ્રેક પરથી ધક્કો મારીને છોકરા નો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં VIRAL થતા લોકોએ પોલીસ કર્મીના ખુબ જ વખાણ કર્યા હતા.

VIRAL થયેલા સીસીટીવીમાં જોઈ શકો છો કે, પીળા શર્ટ પહેરેલો એક છોકરો ટ્રેન આવે તે પહેલા જ રેલવે ટ્રેક પર કૂદકો મારે છે અને તે કૂદકો મારતાની સાથે જ રેલવે ટ્રેક પર ઢળી પડે છે. આ ઘટનાનો વિડીયો વાયુવેગે VIRAL થઇ ગયો હતો.

થોડીક જ ક્ષણોમાં ક્યાંથી એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ
આ છોકરો ટ્રેક પર કૂદકો મારીને પડી જાય છે. ત્યારબાદ તે શાંતિથી ટ્રેક પર ઉભો રહી જાય છે. એટલી જ વારમાં ત્યાં ઉભેલા એક પોલીસકર્મી ટ્રેક પર પહોંચે છે અને તે છોકરાને ટ્રેન ના ટ્રેક પરથી ધક્કો મારી દે છે. તે છોકરાને ધક્કો મારતાની થોડીક સેકન્ડ બાદ ત્યાંથી એક્સપ્રેસ ટ્રેન પસાર થાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખુબ જ VIRAL થઇ રહ્યો છે.

બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારે આ નિર્દેશ કર્યો
તમારી જાણ ખાતર તમને જણાવી દઈએ કે, બોમ્બે હાઈકોર્ટ મહારાષ્ટ્ર સરકારને તે તમામ ફાઇલો અને ડેટા રજૂ કરવાના આદેશો આપ્યા હતા, જેના આધારે રાજ્યની કાર્યકારી સમિતિએ કોરોના રોગને ધ્યાનમાં રાખીને વેક્સીન વગરના લોકોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપી ન હતી.

આવું પહેલી વાર નથી કે, કોઈ ટ્રેન સામે આપઘાત કરે, આ પહેલા પણ આવા કેટલાય કેસો નોંધાઈ ચુક્યા છે. હાલ આવો જ એક કેસ નોંધાઈ તે પહેલા જ એક પોલીસ કર્મીએ પોતાનો જીવ જોખમમાં મૂકી આ યુવકને નવજીવન આપ્યું હતું. આ વિડીયો જોઇને દરેક લોકો આ પોલીસ કર્મીના વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *