Surat Woman Constable: સુરતમાં એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા પોલીસ દોડતી થઈ ગઈ, મહિલા કોન્સ્ટેબલે(Surat Woman Constable) કે જેઓ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા અને અચાનક આપઘાત કરી લેતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ છે,ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.તો પોલીસને મૃતક મહિલા પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે.તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે.
મહિલાના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ
આપઘાત કરવાથી સમસ્યા દૂર નથી થતી,વાત કરવાથી સમસ્યાનું નિરાકરણ આવે છે,દિવસેને દિવસે લોકોની સહન શકિત ઘટતી જાય છે અને જિંદગીથી હારી આપઘાત કરતા હોય છે.ત્યારે સુરતમાં આજે સિંગણપોર પોલીસમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.સિંગણપોર પોલીસ સ્ટેશનમાં છેલ્લા થોડા સમયથી મહિલા કોન્સ્ટેબલ તરીકે હર્ષાબેન ચૌધરી ફરજ બજાવી રહ્યા હતા. હર્ષાબેન ચૌધરી સીંગણપુર વિસ્તારમાં આવેલા મહેશ્વરી પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હતા.
ત્યારે આજે હર્ષાબેન ચૌધરીએ તેના ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરી ગત રાત્રી સુધી સિંગાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર હાજર હતા. ત્યારબાદ આજે તેઓ પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર આવ્યા ન હતા. જેને લઇ તેમનું સંપર્ક કરવામાં આવતા સંપર્ક થઈ શક્યો ન હતો. આ દરમિયાન પોલીસ દ્વારા તપાસ કરતાં મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરીનો તેના રૂમમાંથી પંખા પર લટકેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઘરે કોઈ હાજર ન હતું ત્યારે હંસાબેન ચૌધરીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો.
મહિલા કોન્સ્ટેબલના રૂમમાંથી પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી
મહિલા કોન્સ્ટેબલના આપઘાત બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરતા મહિલા કોન્સ્ટેબલના રૂમમાંથી પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી. મહિલા કોન્સ્ટેબલે લખેલી સુસાઇડ નોટને પોલીસે કબજે કરી છે.જેમાં તેણે કહ્યું છે કે અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો તે મારી ભૂલ હતી. ત્યારે હાલ મહિલા કયા વ્યક્તિની વાત કરતી હતી તેની જાણ પોલીસની થઈ શકી નથી. પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
કયાં કારણોસર આપઘાત કર્યો તેની માહિતી હજી સુધી સામે આવી નથી,હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે અને તે ખુલાસાઓને આધારે ગુનો પણ નોંધાઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App