ગુજરાત(Gujarat): વંથલી(Vanthali)ના સેંદરડા(Senderda) ગામે સીમમાં રહેતા એક વૃદ્ધ દંપત્તીની ગઈ કાલે રાત્રે કોઇએ માથામાં ભારે પદાર્થ ઝીંકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર ઘટના બાદ તેમના ઘરમાંથી રોકડ અને દાગીના મળી 7 લાખની લૂંટ ચલાવી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. મૃતકની પુત્રી જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલ(Police constable) તરીકે ફરજ બજાવતી હોવાનું મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે.
વંથલી તાલુકાના સેંદરડા ગામે રાજાભાઇ દેવદાનભાઇ જીલડિયા (ઉ.વ 65) અને તેમના પત્ની જાલુબેન (ઉ.વ 70) ટીનમસ જવાના રસ્તે સીમમાં આવેલી પોતાની જમીનમાં બનાવેલા એક મકાનમાં રહે છે. મળતી માહિતી અનુસાર, બંને પતિ-પત્ની ગઇકાલે રાત્રે ઓસરીમાં સુઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની માથામાં ભારે દાર્થ ઝીંકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે અને બાદમાં તેમના ઘરમાંથી રોકડ અને સોનાના દાગીના સહિત આશરે રૂપિયા 7 લાખની માલમત્તાની લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે.
વંથલી તાલુકાના સેંદરડા ગામે સીમમાં બનેલી આ ઘટના અંગે કોઇને તરત ખબર પડી નહોતી. પણ ગામના કાજલબેન કાનાભાઇ ખટારિયા સવારના પોરમાં 8:45 વાગ્યે તેમને ત્યાં દૂધ લેવા આવ્યા હતા અને તે સમયે તેઓએ ઓસરીમાં જ બંનેના લોહીલુહાણ મૃતદેહો જોયા હતા અને તેને કારણે તેઓ ડરીને પોતાના પિતાને ત્યાં જતા રહ્યા હતા. અને ત્યારબાદ રાજાભાઇના જૂનાગઢમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા પુત્રી કુંવરબેન અને બાજુના ટીનમસ ગામેે ખેતી કરતા પુત્ર અશ્વિનભાઇને આ સમગ્ર ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાંની સાથે જ વંથલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આેસરીની બાજુના બે ખુલ્લા રૂમોમાં તમામ માલસામાન અને ઘરમાં રહેલી વસ્તુઓ અસ્તવ્યસ્ત જોય હતી. આથી અશ્વિનભાઇ અને કુંવરબેનને પૂછતાં ડાબી બાજુના રૂમમાં આવેલી દાણો ભરવાની કોઠીમાં સ્ટીલના ડબ્બામાં 3 લાખ જેટલી રોકડ અને બીજી બાજુની એક પેટીમાં આશરે 4,50,000ના સોનાના ઘરેણાં હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું હતું. પોલીસ તપાસદરમિયાન ઘરમાંથી રોકડ કે ઘરેણાં જોવા નહોતા મળ્યા. જેને કારણે વૃદ્ધ દંપતીની હત્યા લૂંટના ઇરાદે થઇ હોવાનું માની અજણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સાથે આ બનાવમાં કોઇ જાણભેદુ સંડોવાયેલો છે કે કેમ એ દિશામાં પણ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
દંપતિના મૃતદેહને પેનલ પોસ્ટ મોર્ટમ માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આજુબાજુની વાડીઓમાં રહેતા ખેડુતોમાં પણ લૂંટ અને હત્યાના બનાવથી ડરનો માહોલ છવાઇ જવા પામ્યો છે. રાજાભાઇનો એક દીકરો જગદીશ સુરત અને એક દીકરી ખોરાસા રહે છે. મૃતકના કોન્સટેબલ પુત્રી કુંવરબેને મહિલા પીએસઆઇ ડોડિયાને ઘટના અંગે પોતે કાંઇક જાણતી હોવાના સંકેત આપ્યા હતા. જેને કારણે પીએસઆઇ ડોડિયાએ તમામને રૂમની બહાર કાઢી દરવાજાે બંધ કરી તેની પાસેથી માહિતી મેળવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.