11 વર્ષની બાળકીને પીંખીને ઉતારી મોતને ઘાટ ! પલસાણામાં દુષ્કર્મ આચરનાર બે નરાધમોની ધરપકડ

Surat News: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામેથી 11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.પાંચ દિવસ અગાઉ બાળકી પોતાના ફળિયામાંથી ગૂમ થઈ હતી. બાળકીનું દુષ્કર્મ…

Surat News: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામેથી 11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.પાંચ દિવસ અગાઉ બાળકી પોતાના ફળિયામાંથી ગૂમ થઈ હતી. બાળકીનું દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર બે નરાધમોની પોલીસે ધરપકડ(Surat News) કરી લીધી છે. બાળકી રહે એ જ સોસાયટીમાં રહેતા બે યુવાનોએ કૃત્ય કર્યાનું બહાર આવ્યું છે.

શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા
પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામે શિવદર્શન સોસાયટીમાં એક રહેતી એક 11 વર્ષીય બાળકી ગત સોમવારના રોજ પોતાના ફળિયામાં રમી રહી હતી. દરમિયાન મોડી સાંજ સુધી બાળકી જોવા નહીં મળતા પરિવારજનો એક કડોદરા પોલીસને જાણ કરી હતી. જેથી કડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે આજુબાજુના ગામની સીમમાં પણ શોધવાના પ્રયાસ કર્યા હતા. બાળકી ગૂમ થયાને છઠ્ઠા દિવસે બપોરના સમયે ગૂમ થયેલી 10 વર્ષીય બાળકીનો તાંતિથૈયા ગામેથી જ અવાવરું જગ્યાએ ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. પી એમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયાંનું પણ જણાયું હતું.

બાળકીને ઝાડીમાં લઇ જઇ વારાફરતી દુષ્કર્મ કર્યું
લાંબી તપાસ બાદ બાળકી જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં જ તપાસ કેન્દ્રિત કરી હતી. નરાધમો અન્ય કોઈ નહીં પરંતુ શિવદર્શન સોસાયટીમાં રહેતા 23 વર્ષીય દિપક શિવદર્શન કોરી તેમજ અનુજ સુમન પાસવાન નામના બે નરાધમોની પોલીસએ ધરપકડ કરી લીધી છે.પહેલા દુષ્કર્મ આચર્યું બાદમાં કરી હત્યા બંને નરાધમોએ ઘટના દિવસે ગુના વાળી જગ્યાએ બેસેલા હતા. જ્યાં આંબલી ખાવા માટે બાળકી આવી પહોંચી હતી. જેથી બાળકીને જોઈ બન્ને યુવાનોના મનમાં વાસના સળવળી ઉઠી હતી. બન્ને યુવાનો બાળકીને ઝાડીમાં લઇ જઇ વારાફરતી દુષ્કર્મ કર્યું હતું. બાળકી એ જ સોસાયટીમાં રહેતી હોય પકડાઈ જવાની બીકે બન્ને નરાધમોએ બાળકીને ગળું દબાવી હત્યા કરી ઝાડીમાં મૃતદેહ મૂકી જતા રહ્યા હતા.

20 ટીમો કાર્યરત કરાઈ હતી
બાળકીના પીએમ રિપોર્ટમાં બાળકી સાથે રેપ અને બાદમાં ગળું અને મોં દબાવી હત્યા કરી દીધાનું સામે આવતા પોલીસે તપાસ ઝડપી કરી હતી. પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યા,ગેંગરેપ તેમજ પોક્સો એક્ટ હેઠળની કલમ નોંધી હતી. 100 જેટલા સીસીટીવી કેમેરા, 600થી વધુ ઘરોમાં સર્ચ કર્યું હતું. સર્ચિંગ દરમિયાન કેટલાક શખસોની પૂછપરછ હાથ ધરી ગુનો ઉકેલવા રાત-દિવસ એક કર્યાં હતાં.પોલીસે આ ગંભીર ઘટનાની તપાસ પ્રોબેશન IPS પ્રતિભાને સોંપી છે. તેમની આગેવાનીમાં કડોદરા જીઆઈડીસી સુરત જિલ્લા એસઓજી અને એલસીબીની કુલ 20 ટીમો કાર્યરત કરાઈ હતી. આ ટીમ દ્વારા બાળકી જે વિસ્તારમાં રહેતી હતી તે વિસ્તારમાં ફરીને શકમંદોની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.