રાજકોટ(ગુજરાત): દિવસેને દિવસે અકસ્માત(Accident)ના બનાવો સતત બની રહ્યા છે. જેમાં કેટલાય લોકોના જીવ જાય છે. ત્યારે રાજકોટ(Rajkot)ના રેસકોર્સ રિંગ રોડ(Racecourse Ring Road) પર ગઇકાલે સાંજે 6:30 વાગ્યાના અરસામાં એક કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી. આ દરમિયાન, બિગ બાઈટ(Big Bite) નજીક રસ્તા પર એક યુવાન ચાલીને જઈ રહ્યો હતો. કારચાલક મહિલાએ પાછળથી જોરદાર ટક્કર મારતાં યુવાન રોડ પર પટકાયો હતો અને 20 ફૂટ સુધી ઢસડાયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી છે.
સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, યુવક ચાલતો જઈ રહ્યો હતો ત્યારે પાછળથી એક કાળા રંગની કાર પુર ઝડપે આવી રહી હતી. આ કારે યુવકને જોરથી ટક્કર મારી હતી અને તે લગભગ 20 ફૂટ નીચે રોડ પર પડ્યો હતો. ડ્રાઈવર મહિલા હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
View this post on Instagram
અકસ્માતમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે, અકસ્માત બાદ કારચાલકે ભાગવાને બદલે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માતમાં યુવકો ઉપરાંત રોડની સાઈડમાં પાર્ક કરેલી 3 થી 4 બાઇકને પણ નુકસાન થયું હતું.
ગઇકાલે જામનગર રોડ પર વોરા સોસાયટી પાસે એસટી બસ સાથે બાઇક અથડાતા યુવાનનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલે પહોંચી હતી. અકસ્માતમાં મૃતક રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતો દર્શન બિપીનભાઈ ચૌહાણ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.