દારૂ (Alcohol)નું સેવન સ્વાસ્થ્ય(Health) માટે હાનીકારક હોવા છતાં પણ ઘણા લોકો તેનું સેવન કરતા હોય છે. તેઓના લીધે તેમના પરિવારો પણ બરબાદીના આરે આવી જાય છે. આવી જ એક ઘટના બાયડ (Byad)ના વાત્રકગઢ (Vatrakgarh)માંથી સામે આવી છે. અહીં, મહિલાએ તેના પતિની દારૂની લતથી કંટાળી બે બાળકો સાથે ઝેરી દવા પી લીધી હતી. આ વાતની જાણ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસ દ્વારા માતા સામે હત્યા (Murder)નો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પતિ સાથે દારૂ બાબતે હંમેશાં બોલાચાલી થતી:
જાણવા મળ્યું છે કે, વાત્રકગઢ પંથકમાં દારૂનું દુષણ ખુબ જ વધારે છે. આ સમસ્યાને લઈને અનેક મહિલાઓ પરેશાન છે. આવી સ્થિતિમાં આ ગામમાં મહિલાએ ઓચિંતું જ સૌ કોઈ હચમચી જાય તેવું પગલું ભરી દીધું હતું. દારૂના વ્યસનથી કંટાળી વાત્રકગઢ ગામના આશાબેન બળવંતસિંહ ડાભી (36) તેઓ હંમેશા તેમના પતિ બળવંતસિંહને દારૂ બાબતે હંમેશા બોલાચાલી કરતા હતા. આમ છતા પણ તેમના પતિ બળવંતસિંહને કોઈ ફરક ન પડતો હતો. આ બાબતથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં હલચલ:
ખુબ જ સમજાવા તેમજ બોલાચાલી કરવા છતાં તેમના પતિને કઈ ફરક પડતો નહોતો. છેવટે આશાબેને કંટાળીને ગત તારીખ 29 એપ્રિલ ના રોજ તેમની 8 વર્ષની પુત્રી પારુલબેન તથા 6 વર્ષના પુત્ર યુવરાજને ખેતરમાં લઈ જઈ ઝેરી દવા પીવડાવી હતી અને આ પછી પોતે પણ દવા પી લીધી હતી. ગ્રામજનોને ઘટનાની જાણ થતા તાત્કલિક પણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ પછી માતા તેમજ બંને બાળકોને 108 તથા ખાનગી વાહનમાં બાયડની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
સારવાર દરમિયાન વધુ પડતી દવા શરીરમાં જવાને છ વર્ષના પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે માતા તથા અન્ય આઠ વર્ષીય પુત્રી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. બાળકનું મૃત્યુ થતા પોલીસ દ્વારા માતા સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાના પતિની તપાસ કરતાં તેઓ મંદબુદ્ધિ ના હોય તેમ ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે. ડોક્ટરોએ જણાવ્યું કે, મહિલા તથા બંને બાળકોએ કપાસમાં ઈયળો મારવા માટેની મોનોકોટ નામની ઝેરી દવા પીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.