અંકલેશ્વર(ગુજરાત): આજકાલ હત્યાના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. હત્યા તો જાણે એક ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન અજ્ય્માંથી ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં લીવ ઇનમાં રહેતા કપલ અને તેમના પરિવાર માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભરુચ જિલ્લાનાં અંકલેશ્વરનાં મોતાલી ગામમાં 8 વર્ષથી લીવઇનમાં રહેતા યુવકે 34 વર્ષની મહિલા ઉર્મિલાબેન વસાવાને ગ્લુકોઝની બોટલમાં સાઇનાઇડનું ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ મહિલાને છાતીમાં સામાન્ય દુ:ખાવો થતા ઓરેન્જ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને ત્યાં યુવકે આ કૃત્ય કરતા હોબાળો મચી જવા પામ્યો છે.
આ મહિલાનું મોત તો એક મહિના પહેલા જ થયું હતું પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કઢાવતા આ ઘટસ્ફોટ થયો છે. પોલીસ દ્વારા હત્યા તેમજ એટ્રોસિટી હેઠળ ગુનો નોંધીને મૃતક મહિલા જેની સાથે લીવઇનમાં રહેતી હતી તે જીગ્નેશ પટેલની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામની ગણેશ રેસિડેન્સીમાં રહેતો જીગ્નેશ પટેલ કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. સારંગપુરની 34 વર્ષના ઉર્મિલાબેન વસાવા 8 વર્ષથી જીગ્નેશ સાથે લિવ-ઈનમાં રહેતા હતા. 8મી જુલાઈના રોજ જીગ્નેશ પટેલે મહિલાના ભાઇ વિજય વસાવાને ફોન કરી જણાવ્યું હતું કે, ઉર્મિલાને છાતીમાં દુઃખાવો થયો છે જેથી તેને દવાખાને જવા રીક્ષામાં આવું છું. જેથી વિજયભાઇ પોતાની ઇકો કાર લઇને વચ્ચે મળ્યાં અને બહેનને હોસ્પિટલ લઇ ગયા હતા. તેમને દાખલ કર્યાં બાદ તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા.
ત્યારબાદ એક દિવસ ઉર્મિલાબેનની તબિયત અચાનક બગડી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. તપાસ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જિજ્ઞેશે ડોક્ટર સમક્ષ ચઢાવેલી બોટલમાં મહિલાને સાઇનાઇડનું ઇન્જેક્શન માર્યું હોવાનું કબલ્યું હતું. પ્રાથમિક તપાસમાં સાઇનાઇડનો ઉપયોગ થયો હોવાની શંકા છે. જોકે, હાલમાં એફએસએલના ફાઇનલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઉર્મિલાબેનમાં પ્રથમ લગ્ન રાજપીપળા ખાતે કુમસ ગામમાં થયા હતા. જે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાથી ઉર્મિલાબેન દીકરા અને દીકરી સાથે પિયર સારંગપુરમાં આવી ગયા હતા. ત્યારબાદ તેમને જીગ્નેશ પટેલ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
ઉર્મિલાબેનનાં બાળકો તેમના પિયરમાં જ રહેતા હતા અને તેઓ જીગ્નેશ સાથે લીવઇનમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ, જીગ્નેશ પણ શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. મહિલાની હત્યા માટે જીગ્નેશ પટેલને અન્ય મહિલા સાથેના સંબંધો જવાબદાર હોવાની પણ પરિવારજનો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.