સુરત વરાછામાં રહેતી અને બ્યૂટી પાર્લર ચલાવતી યુવતીને સોશિય મીડિયામાં મિત્રએ મુશિબતમાં મૂકી દીધી છે. સોશિયલ મીડિયામાં બનેલા મિત્રએ ડુમસના બંગલામાં પાર્ટીનું આયોજન કરી મિત્રોની મદદથી પરિણીતાને દારૂ પીવડાવી દુષ્કર્મ ગુજાર્યો હતો. પોલીસે તપાસ શરુ કરી છે. ત્રણેય યુવકોએ મોબાઈલમાં યુવતીના ખરાબ ક્લિપો બનાવી લીધી હતી. જે બતાવીને વાઈરલ કરવાની ધમકી આપી આરોપી અને તેના મિત્રોએ પણ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ પોલીસ ફરિયાદ નોધાવી પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, પીડિતા વરાછા સુદામા ચોક વિસ્તારમાં રહેતી અને વરાછામાં બ્યૂટી પાર્લર ચલાવે છે. 38 વર્ષની પરિણીતાને બે વર્ષ પહેલા મનોજ વસોયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્રારા બંને એક બીજાના પરિચિત થયા હતા. ત્યારબાદ 25 જાન્યુઆરી 2019માં મનોજે પરિણીતાના બ્યૂટી પાર્લર એકાઉન્ટ આઈડી ઉપર મેસેજ કરી તેના કૌટુંબિક મામાની ઓળખાણ આપી ગાઢ મિત્રતા કરી હતી. પરિણીતા અને મનોજ અવાર નવાર મોબાઈલ ઉપર વાતો કરતા હતા.
મનોજ વસોયાએ પરિણીતાને ડુમસના સુલતાનાબાદમાં આવેલા સાગર વિલા બંગલોમાં મળવા બોલાવી હતી. બંગલામાં મનોજ સાથે તેના મિત્ર પીન્ટુ વસૌયા, સંજય શેખડા અને એક અન્ય યુવતી પણ હતી. જ્યાં તમામ મિત્રોએ દારૂપાર્ટી કરી હતી. જેમાં પરિણીતાને પણ દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ મનોજ સહિત ત્રણેય જણાએ પરિણીતાને મોબાઈલમાં ખરાબ ફોટા બતાવ્યા હતા અને સમાજમાં બદનામ કરી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપીને મનોજ વસોયાએ તેણી ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના અંગે ગઈકાલે રાત્રે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય નરાધમ તેમજ પાર્ટીમાં હાજર મહિલા સામે દુષ્કર્મ અને મદદ કરવા માટેનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.