ઘરકંકાસથી કંટાળી જીવન ટુંકાવવા નીકળેલી મહિલાનો જીવ બચાવી પોલીસકર્મીએ આપ્યું નવજીવન

સોમનાથ(ગુજરાત): આજકાલ વધી રહેલા આપઘાતના કિસ્સાઓ દરમિયાન ફરીવાર એક આપઘાત(Suicide)નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોમનાથ(Somnath) નજીકના દરિયાકિનારે એક પરિણીતાએ કૌટુંબીક ઝગડાથી કંટાળી દરિયામાં પડતું મુક્યું હતું. જોકે, ગીર સોમનાથ જિલ્લા પોલીસ(Police)ના  પોલીસ કર્મીઓએ સાહસિકતા અને સમય સુચકતા બતાવી મહિલાનો જીવ બચાવી લીધો હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાને લઈ એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે, ગઇકાલે સાંજે ચાર વાગ્યે એક જાગૃત નાગરીક દ્વારા પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી કે એક મહીલા સોમનાથ મંદિરની પાછળના સમુદ્રમાં પડી આપઘાત કરવાનો પ્રયાસ કરી રહી છે. જે માહિતીને લઇ તુરંત જ ટાઉન બીટ પો.હે.કોન્સ. મનોજગીરી દ્વારા સ્થળ પર દોડી જઈ દરીયામાં મહીલાને જોઈ તાત્કાલિક જ પોતે દરીયામાં કુદી મહીલાને બહાર કાઢવામાં આવી હતી.

ત્યારબાદ પોલીસ વાનમાં સ્ટેશન ખાતે લઇ ગયા હતા. જયાં મહીલા કોન્‍સટેબલ ભગવતીબેન, મહેન્દ્રભાઇ ભર્ગાની હાજરીમાં મહિલાને આત્મહત્યા કરવાનું કારણ પુછવામાં આવતા કૌટુંબીક ઝગડો હોવાને કારણે માનસીક ટેન્‍શનમાં હોવાથી જીંદગીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

ઘટના અંગે વધુમાં કહ્યું કે, પોલીસકર્મીઓ દ્વારા આ મહિલા સાથે વાતચીત કરી અનમોલ જીવનનું મહત્વ સમજાવી ટેન્‍શનમાંથી બહાર લાવવા પ્રયત્‍ન કરવામાં આવ્યો હતો. બાદમાં તેના કૌટુંબીક ઝગડાનું નિરાકરણ તેમના કૌટુંબીક સભ્યોની હાજરીમા કરાવી પરીવાર સાથે મિલનવ પણ કરાવ્‍યું હોવાનું સામે આવ્યું છે.

પોલીસકર્મી મનોજગીરીને ઘટના બાબતે પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, ગુજરાત પોલીસની નેમ છે નાગરિકોની સેવા સુરક્ષા અને શાંતિ… માટે પોતે જીવ જોખમમાં મુકીને પોતાની ફરજને પ્રથમ પ્રાધાન્ય આપી મહિલાનો જીવ બચાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *