આ યુવતીને તેની અટકને કારણે પ્રાઇવેટ તો શું સરકાર પણ નોકરી નથી આપતી- જાણો એવું શું છે સરનેમ માં?

કોઇપણ વ્યક્તિને તેની અટક તેના પેદા થયા બાદ પોતાના માતા-પિતા, પરિવાર કે પછી તો સમાજ તરફથી મળે છે. નામની પાછળ અટક ઘણી જાતની હોય છે.…

કોઇપણ વ્યક્તિને તેની અટક તેના પેદા થયા બાદ પોતાના માતા-પિતા, પરિવાર કે પછી તો સમાજ તરફથી મળે છે. નામની પાછળ અટક ઘણી જાતની હોય છે. તેની અટકથી જ વ્યક્તિની ઓળખ થતી હોય છે. પરંતુ, જો આ અટક તમારી માટે મુશ્કેલીનું કારણ બની જાય તો? આવી જ એક રીતની જ અજીબ અટક સામે આવી રહી છે.

જે એક મહિલાને માટે મુશ્કેલી બની ગઇ છે. આ મહિલા એ આસામની રહેવાસી છે. જેને પોતાની અટકને લીધે ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાની આ અટકને લીધે તેને નોકરી પણ નથી મળી રહી. એટલું જ નહીં સરકારી નોકરી માટે પણ તેનું ફોર્મ રિજેક્ટ થઇ જતું હોય છે.

વાત તો એ છે કે, પ્રિયંકા નામની મહિલાએ  ‘નેશનલ સીડ કોર્પોરેશન લિમિટેડ’નામની સરકારી કંપનીમાં નોકરી માટે ઓનલાઇન અરજી કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ‘Chutia’ અટક હોવાને લીધે વેબસાઇટ તથા સોફ્ટવેરે પણ તેમની એપ્લિકેશનને રિજેક્ટ કરી દીધી હતી. જો કે, પ્રિયંકાએ ઘણીવાર પ્રયત્નો કરતી રહી પરંતુ તેને નિરાશા જ હાથે લાગી હતી.

કારણ, કે સોફ્ટવેર એ અટકને રિજેક્ટ કરીને તેને સ્લેંગનો ઉપયોગ પણ નહીં કરવાનું કહી રહ્યા હતા. ત્યારબાદ તો પ્રિયંકાએ તેની ભડાસ ફેસબુક પર કાઢી હતી. તેણે જણાવતાં કહ્યું કે, અટકને લીધે તે કયાંય પણ ઈન્ટરવ્યૂ માટે જાય છે, તો લોકો તેની અટકનું નામ સાંભળીને પહેલા તો હસવા જ લાગે છે.

પ્રિયંકાએ ફેસબુક પર જણાવ્યું હતું કે, એક સરકારી કંપનીમાં તેની જોબ એપ્લિકેશનને વારંવાર એ માટે રદ્દ કરી દેવામાં આવી રહી હતી. કારણ, કે જે તેની અટક છે, તેને લઇને વેબસાઇટ કહી રહી છે, કે યોગ્ય અટકનો ઉપયોગ કરો. તેણે જણાવ્યું હતું કે, હું ખુબ દુઃખનો અનુભવ કરી રહી છું, અને લોકોને પણ કહીને થાકી ગઇ છું, કે તેની અટક કોઇ અપશબ્દ નથી પરંતુ, તે જે સમુદાયમાંથી આવે છે, તેનું આ ટાઇટલ છે. પ્રિયંકાએ તેના સમુદાયના લોકોને પણ સોશિયલ મીડિયા પર આવી ફાલતૂ ચર્ચા છોડીને આ મુદ્દા પર કામ કરવાની અપીલ કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, અંગત રીતે NSCLને ફરિયાદ કર્યા બાદ તેની જોબ એપ્લિકેશનને કંપની તરફથી સ્વીકાર કરી લેવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે, આસામમાં અટક Chutia તથા Sutiya હોય છે. આસામમાં રહેનાર આ આદિવાસી સમુદાયને મૂળ રીતે તો મંગોલિયાના ચીન-તિબેટ પરિવારના વંશજ પણ માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *