સુરત / મોબાઈલ જોતા-જોતા ચોથા માળેથી નીચે પડ્યો 22 વર્ષીય યુવક- જુવાનજોધ દીકરાની યાદમાં લોહીના આંસુએ રડ્યો પરિવાર

સુરત(Surat): શહેરના ઓલપાડ(Olpad) તાલુકાના કેમ ગામે મોબાઈલમાં જોતા જોતા ચોથા માળેથી નીચે પટકાતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે કીમ પોલીસ…

સુરત(Surat): શહેરના ઓલપાડ(Olpad) તાલુકાના કેમ ગામે મોબાઈલમાં જોતા જોતા ચોથા માળેથી નીચે પટકાતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે કીમ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાના કીમ(Kim) ગામે મેન બજાર વિસ્તારમાં આર.કે એપાર્ટમેન્ટ આવેલ છે.

જ્યાં એપાર્ટમેન્ટમાં રહેતા વિજયભાઈ પંચાલ અને તેમનો પરિવાર ગઈકાલે રાત્રિના ઘરમાં હતો. આ દરમિયાન 10:30 વાગ્યાના સમયગાળામાં તેમનો 22 વર્ષીય દીકરો જય વિજયભાઈ પંચાલ રસોડાની ગેલેરીમાં લોખંડની ગ્રીલ ઉપર બેઠો બેઠો મોબાઇલમાં જોઈ રહ્યો હતો.

આ દરમિયાન ગ્રીલની જાળી વાળી બારી ખુલ્લી હતી, જેને કારણે ફ્લેટના ચોથા માળેથી નવકાર ગલીના સીસી રોડ પર અકસ્માતે નીચે ફટકાયો હતો. આ દરમિયાન સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિવાર સાથે તેઓ જય ને કિમની સાધના હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

આ દરમિયાન ફરજ પરના તબીબ દ્વારા જયને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે કીમ પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તો પોલીસે અકસ્માતે મોત આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *