ઉત્તરાયણ તો ગઈ પણ, કાતિલ દોરીનો કહેર યથાવત- યુવકનું ગળું કપાતા બ્રીજ પર જ ભરાયા લોહીના ખાબોચિયા

ગુજરાત(Gujarat): ઉત્તરાયણ(Uttarayana)ને પંદર દિવસ પૂર્ણ થઈ ગયા છે પરંતુ હજી પણ કાતિલ દોરીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે દોરીને કારણે અકસ્માત(Accident) થવાની ઘટના સતત મકરસંક્રાંતિ દરમિયાન સામે આવતી રહે છે પરંતુ સુરત(Surat)માં આજે ફરી એક વખત યુવકનું ગળું કપાતા મોત નીપજ્યું છે જેના કારણે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી અનુસાર, પાંડેસરા પિયુષ પોઈન્ટના બ્રિજ પરથી પસાર થતી વખતે દોરીને કારણે કૈલાશ નગરનો રહેવાસી અકમલ અજદાનીને ગળામાં ગંભીર ઇજા થઈ હતી. બ્રિજ પર લટકી રહેલ દોરીના કારણે તે બાઇક લઈને પસાર થતો હતો તે દરમિયાન દોરી તેના ગળા ઉપર તીક્ષ્ણ હથિયારની માફક ફરી વળી હતી. અકમલને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બિહારનો રહેવાસી અકમલ અજદાની તેના મોટાભાઈ અજમલને ત્યાં જઈ રહ્યો હતો અને બે ભાઈઓમાં અકમલ નાનો હતો. ભાઈના ઘરે જવા માટે પાંડેસરા પિયુષ પોઇન્ટનો બ્રિજ પસાર કરતો હતો તે સમય દરમિયાન ગળાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે ગળાની નસો કપાઈ ગઈ હતી અને લોહી ખૂબ જ મોટા પ્રમાણમાં વહી જવા પામ્યું હતું.

મહત્વનું છે કે, અકમલ ને 108 ની મદદથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ગળાના ભાગે દોરીને કારણે ઈજા ખૂબ જ વધુ થઈ હતી જેને કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું. અકમલ સ્ટોન ચોટાડવાનું કામ કરતો હતો એકાએક અકમલનું મોત થતા તેના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *