અમદાવાદમાં પૂરપાટ ઝડપે જતી કાર પલટી જતાં યુવકનું ઘટના સ્થળે જ મોત, 3ની હાલત ગંભીર

Published on Trishul News at 12:45 PM, Mon, 12 February 2024

Last modified on February 12th, 2024 at 12:49 PM

Ahemdabad Accident: અમદાવાદ શહેરમાં હજી તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર કરેલો ગોઝારો અકસ્માત ભૂલાતો નથી ત્યાં તો ઓવરસ્પીડને કારણે અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે.ત્યારે આવો જ એક ગોઝારો અકસ્માત નરોડાના હંસપુરમાં થયો છે. મોડી રાતે પૂરપાટ ઝડપે એક કાર જઇ રહી હતી. જેની સ્પીડ એટલી વધારે હતી કે, આખી કાર પલટી ખાઇ ગઇ હતી. આ ગોઝારા અકસ્માતમાં(Ahemdabad Accident) એક યુવાનનું મોત નીપજ્યુ છે.

કારમાં સવાર 4માંથી એક યુવકનું મોત
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના નરોડાના હંસપુરમાં મોડી રાત્રે કાર અકસ્માત થયો છે. જેમા એક યુવાનનું મોત નીપજ્યુ છે. મોડી રાતે ઓવર સ્પીડ કાર હંકારતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ કાર એટલી સ્પીડમાં હતી કે, તે પલટી મારી ગઇ હતી.તેમજ આ કારમાં બે યુવાન અને બે યુવતીઓ હોવાનું સામે આવ્યુ છે. જેમાંથી એક યુવાનનું ઘટનાસ્થળ પર જ મોક નીપજ્યુ છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા આ લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

25 વર્ષીય યુવકનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતુ
25 વર્ષીય યુવકનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતુ. જો કે 108માં સારવાર દરમિયાન યુવકનું મોત થયુ છે. તેમજ અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં હજી તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર કરેલો ગોઝારો અકસ્માત ભૂલાતો નથી ત્યાં તો ઓવરસ્પીડને કારણે અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે.

આવી બીજી ઘટના જજીસ બંગ્લો નજીક બની હતી
બીજી તરફ અમદાવાદના જજીસ બંગ્લો ચાર રસ્તા પાસે દારૂ પીધેલા કારચાલકે પાર્ક કરેલી કારને ટક્કર મારી હતી. ટક્કર મારતાં આસપાસના લોકોએ ભેગા થઇને કારચાલકને પકડીને પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી ત્યારે પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બોટલ અને પોલીસ લખેલ પ્લેટ મળી આવી હતી. આ અંગે ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.