સુરતના હીરા ઉદ્યોગને મોટો ફટકો: અમેરિકાના એક નિર્ણયથી ભાંગી જશે સુરતીઓનો ધંધો, જાણો વિગતે

Surat Diamond Industry: સુરત ડાયમંડ સીટી તરીકે ઓળખાય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરાના વેપારીઓ પર એક પછી એક સંકટોના વાદળો ઘેરાઈ રહ્યા છે. સોથી…

Surat Diamond Industry: સુરત ડાયમંડ સીટી તરીકે ઓળખાય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરાના વેપારીઓ પર એક પછી એક સંકટોના વાદળો ઘેરાઈ રહ્યા છે. સોથી પહેલા યુક્રેન-રશિયા યુદ્ધ સમયે હજારો કરોડના વેપાર પર ઘણી અસર પોહચી હતી અને હાલ બીજું ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધાની અસર હીરા ઉદ્યોગ(Surat Diamond Industry) પર પડી રહી છે.હવે સુરતના હીરા ઉદ્યોગને બીજો એક મોટો ફટકો પડ્યો છે. અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સુરતના ડાયમંડ ઉદ્યોગને ઘણું નુકશાન થવાનો અંદાજ છે.

યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં રશિયાથી ઉત્પાદિત વસ્તુઓ પર નિયંત્રણ કડક
માર્ચ મહિનાની 1 લી તારીખથી અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકવામાં આવશે. જેથી સુરતના હીરા ઉદ્યોગને 35 ટકા જેટલું નુકસાન થશે. સુરત આવતા તમામ ડાયમંડમાંથી કુલ 35 ટકા ડાયમંડ રશિયાથી આયાત કરવામાં આવે છે.અડધા કેરેટથી પાતળી સાઈઝના હીરા પર બેનથી સુરતને ભારે નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે.

અમેરિકાથી ઓફીસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલે રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. યુક્રેન-રશિયા યુદ્ધ પછી અમેરિકામાં રશિયાથી ઉત્પાદિત વસ્તુોઓ પર નિયંત્રણ કડક કરવામાં આવ્યા છે. અમેરિકાના નિર્ણયતી સુરતના હીરા ઉદ્યોગને 35 ટકા નુકશાનને લઈ ઉદ્યોગકારો ચિંતિત બની ચુક્યા છે.

યુદ્ધની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી
નાણાકીય વર્ષ 2013-14માં ભારત અને ઈઝરાયેલ વચ્ચે જેમ્સ અને જ્વેલરીનો વેપાર $2.04 બિલિયન જેટલો થયો હતો, જે નાણાકીય વર્ષ 2012માં $2.8 બિલિયન હતો. ઈઝરાયેલના તમામ ભાગોમાં કોઈ યુદ્ધ ચાલી રહ્યું નથી, તે સરહદનો ભાગ છે કે નહીં તેના આધારે. જો તમે કોઈ દેશની અંદર જે અસર થઈ છે તે જુઓ, તો ત્યાંથી યુદ્ધ ચાલી રહ્યું છે.

જો તે સમાપ્ત થાય વહેલી તકે તે તમારા માટે સારી બાબત છે અને ભવિષ્યમાં તેની અસર પડી શકે છે કારણ કે જો તે લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તે આપણી દિવાળીની મુખ્ય સિઝન છે અને આવનારી ક્રિસમસના દિવસોમાં મુશ્કેલી વધશે. લાંબા સમય સુધી ચાલુ રહે છે તો તેમાં વધુ અસર પડશે. સમસ્યાઓનો કોઈ ઉકેલ દેખાતો નથી અને સુરતના હીરા ઉદ્યોગ માટે ભવિષ્ય અંધકારમય લાગે છે.