ગુજરાત(Gujarat): રાજ્યમાં નવરાત્રી(Navratri)ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. બે વર્ષ પછી ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘૂમી રહ્યા છે. જો કે આ દરમિયાન જો વાત કરવામાં આવે તો આણંદ(Anand)ના તારાપુર(Tarapur)માં એક ચોંકાવનાર સમાચાર પણ સામે આવ્યા છે. આણંદના તારાપુરમાં ગરબા દરમિયાન લાઈવ મૃત્યુનો એક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, આણંદના તારાપુરની શિવ શક્તિ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો હતો, જેમાં એક યુવક ગરબા રમતા રમતા અચાનક જ ઢળી પડ્યો હતો. જોકે, તાત્કાલિક સ્થાનિક લોકોએ યુવકને હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. ગરબા રમતા રમતા યુવકના મોતની ઘટનાને લઈને લોકોમાં માતમ છવાઈ ગયો છે.
જુઓ શું છે લાઈવ વિડીયોમાં?
હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા લાઈવ મોતના વિડીયોમાં ગત 30 તારીખના રોજ રાત્રીના નવરાત્રી મહોત્સવ દરમ્યાન વિરેન્દ્રસિંહ રાજપૂત નામના યુવકનો અચાનક જ ગરબા રમતા રમતા જમીન પર ઢળી પડે છે. ત્યાર પછી યુવકને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે, પરંતુ રસ્તામાં જ યુવકનું મોત નીપજે છે.
ચાલુ ગરબામાં યુવકના મોતના બનાવનો વિડિયો તારાપુર પંથકમા પ્રસરી જતા ગરબા મંડળોમા માતમ છવાઈ ગયો છે. તો બીજી બાજુ યુવકના મોતથી પરિવાજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.