ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, ઓનલાઇન ફ્રોડ(Online fraud)ના દરરોજ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, પરંતુ લોભ અને લાલચમાં ફસાયેલી વ્યક્તિએ કેટલાય રૂપિયા ગુમાવે છે ત્યારે આવી જ એક ઘટના અમદાવાદ(Ahmedabad)ના યુવક સાથે રાજકોટ(Rajkot)માં ઘટી હતી. રાતને રંગીન બનાવવાના ચક્કરમાં કોલગર્લ(Callgirl) માટેની સાઇટ ખોલી હતી અને સામેથી પ્રતિસાદ પણ મળ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ યુવકે 1 લાખ રૂપિયાનું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન(Online transaction) કરી પૈસા ગુમાવવાનો વખત આવી ગયો હતો. આ દરમિયન યુવકની રાત રંગીન તો થઇ નહોતી, પરંતુ યુવક પોલીસ મથકે દોડતો થઇ ગયો હતો.
યુવકે વેબસાઇટ પર જોયા ભાવ:
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનો જયેશ ઉધરેજિયા નામનો યુવક ધંધાના કામે ગુરુવારના રોજ રાજકોટ આવ્યો હતો જેને કારણે કુવાડવા રોડ પરની એક હોટેલમાં રાત્રી દરમિયાન રોકાયો હતો. પરિણીત આ યુવકને રાત રંગીન બનાવવાનો વિચાર આવ્યો હતો અને તેણે પોતાના મોબાઇલ પર રાજકોટ કોલગર્લ લખી સાઇટ ખોલતા જ યુવતીના મોબાઇલ નંબર અને ભાવ સહિતની વિગતો જોવા મળતા આ યુવક રંગીન વિચારોમાં ખોવાઈ ગયો હતો.
કોલગર્લને ફોન કરતા યુવક…
યુવકે તે નંબર પર રાત્રીના સમય દરમિયાન 9.27 મિનિટે હાઇ લખીને મેસેજ કર્યો હતો. ત્યારે તરત જ તે મિનિટે તેને રિપ્લાય મળ્યો હતો. વાર્તાલાપ શરૂ થતાની સાથે જ યુવકે 9.50 મિનિટે 1 હજાર રૂપિયા રજિસ્ટ્રેશનના ઓનલાઇન ટ્રાન્સફેર કરી આપ્યા હતા, તો સામેથી યુવતી સાથે 1 કલાકથી લઇ આખી રાતના ભાવ આવ્યા હતા. યુવકે આખી રાત પસંદ કરી 6 હજાર રૂપિયા મોકલી આપ્યા હતા. જે નંબર સાઇટ પર દર્શાવવામાં આવ્યો હતો તેના પર જયેશે ફોન કરતા યુવતીને બદલે કોઇ શખ્સ દ્વારા તેનો ફોન રિસિવ કરવામાં આવ્યો હતો.
રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલી એક હોટેલમાં એક યુવતી છે અને ત્યા જ તેની સાથે મજા કરવામાં આવશે તેવું કહીને યુવક તે હોટેલે પહોચી ગયો હતો અને ત્યાં હોટલના રિસેપ્શન પર જઇ વાત કરતા તેણે તો આવી કોઇ પ્રવૃત્તિનો ના કહી દીધી હતી, પરંતુ યુવતીની લાલચમાં ફસાયેલા જયેશ નામક યુવક મેસેજ પર કોન્ટેક્ટ ચાલુ રાખતા સામેથી જવાબ મળ્યો હતો કે, યુવતી દ્વારા ફોટોશૂટ કરવામાં આવી રહ્યું છે, ટૂંક જ સમયમાં રિસેપ્શન પર આવશે, વધુ રૂ. 9 હજાર મોકલી આપો, ત્યારબાદ 17 હજાર રૂપિયા અને 20 હજાર રૂપિયાનું પેમેન્ટ ટ્રાન્સફેર કરાવડાવ્યું હતું.
6 હજાર સિવાયની રકમ યુવતી તેને પરત આપશે તેવી વાતો સામેની વ્યક્તિ દ્વારા કહેવામાં આવતી હતી, યુવતીના ચક્કરમાં ભાન ભૂલેલા યુવકે ગણતરીની મિનિટોની અંદર જ રૂ.1 લાખનુ પેમેન્ટ ટ્રાન્સફેર કરી દીધું હતું, પરંતુ યુવતી જોવા મળી નહોતી અને અંતે આ યુવક છેતરાય ગયો હતો. રાત રંગીન કરવાના સ્વપ્ન દેખનાર યુવક આખીરાત પોલીસ સ્ટેશને ભટકતો રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.