Death of a young man from Patan in America: ‘પપ્પા અહીં બહુ જ મજા આવે છે, હું અમેરિકાથી આવીશ એટલે મમ્મી, ભાઇ અને તમે આપણે બધાં ફરીથી અહીં ફરવા આવીશું…’ મિત્રો… આ અંતિમ શબ્દો હતા પાટણના દર્શિલ ઠક્કરના… જે પાટણથી અમેરિકા ફરવા તો ગયો, પણ પરત ન આવી શક્યો. પિતા સાથે વીડિયો કોલમાં વાત કર્યા બાદ જેવો રોડ ક્રોસ કરવા ગયો ને… ચિત્તાની ઝડપે આવતી એક… બે…. નહીં 14 જેટલી ગાડીઓનાં ટાયર દર્શિલ પર ફરી વળ્યા. આટલું જ નહીં, દર્શિલના મૃતદેહને વતન પણ નસીબ ન થયું.
અમેરિકાની આ ઘટનાને પગલે સમગ્ર ઠક્કર પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ટુરિસ્ટ વીજા પર અમેરિકા ફરવા ગયેલા 21 વર્ષીય દર્શિલ ઠક્કરનું માર્ગ અક્સ્માતમાં દર્દનાક મોત થયું છે. રેડ સિગ્નલમાં રોડ ક્રોસ કરતી વખતે અચાનક સિગ્નલ ગ્રીન થઇ જતા દર્શીલ અધવચ્ચે જ ફસાઈ ગયો હતો, ને જોત જોતામાં એક પછી એક 14 ગાડીઓ દર્શીલને કચડી આગળ નીકળી ગઈ હતી. દર્શીલના મૃતદેહની હાલત એટલી ગંભીર છે કે, ભારત આવી શકે તેમ નથી, જેથી હવે દર્શિલના અંતિમસંસ્કાર અમેરિકામાં જ થશે અને દર્શિલના માતા-પિતા સહિત ચાર સભ્યો અમેરિકા જવા રવાના થયા છે.
રોડ ક્રોસ કરતી વખતે કારે મારી ટક્કર
મળતી માહિતી મુજબ, પાટણનો દર્શિલ ઠક્કર નામનો યુવક ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો. અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં દર્શિલ સિગ્નલ બંધ હતું ત્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો, આ દરમિયાન અચાનક સિગ્નલ ખુલી જતાં કારે દર્શિલને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કાર ચાલક અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયો હતો.
પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો
દર્શિલના મ્ર્ત્યુંના સમાચાર મળતા જ વતનમાં રહેતા પરિવારના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો મૃતદેહોને વહેલી તકે વતન લાવવાની માંગ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દર્શિલ ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો અને તે સપ્ટેમ્બર મહિનામાં ભારત પાછો આવવાનો હતો.
મૃતદેહ પણ વતન નહી પોહ્ચે
દર્શીલ પર એક પછી એક 14 ગાડીઓ ફરી વળી હતી.અને તે થોડે દુર સુધી ઢસડાયો પણ હતો.તેના કારણે તેનું મોત પણ નીપજયું હતું.જયારે અમેરિકામાં દીકરાના મ્ર્ત્યુંના સમાચારો સંભાળતા પરિવારમાં આભ તૂટી પડ્યું હતું.તેના મૃતદેહ ને ભારત લાવવા માટે સરકારને ઘણી વિનતી પણ કરવામાં આવી રહી છે.પરંતુ અમેરિકાના ડોક્ટર એવું જણાવ્યું છે કે તેનો મૃતદેહ ભારત લાવવાની હાલતમાં નથી.તેથી તેના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવા પડશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube