સુરત(Surat): મારે જીવવું નથી, બેંગ્લોર(Bangalore)માં એક પિતરાઈ ભાઈ સાથે વિડિયો કોલિંગ પર વાત કર્યા પછી, ઓરિસ્સા(Orissa)નો સંચા કારીગરે ગરીબ રથની સામે પડતું મૂકી મોતને વ્હાલું કર્યું. આટલું જ નહીં, માથું અને ધડ રેલ્વેના પાટાથી અલગ થતા જોઈને લોકોના રૂવાડા ઉભા થઇ ગયા હતા
પરિવારે સુરતમાં જ અંતિમ સંસ્કાર કરવા પડ્યા:
પિતરાઈ ભાઈએ જણાવ્યું હતુંકે, મૃત્યુને ગળે લગાડનાર સચ્ચિનાથ લક્ષ્મણદાસ ત્રણ મહિના પહેલા હજારો કિલોમીટર દૂર વતનથી રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. જોકે, મૃતક પુત્રનો ચહેરો છેલ્લી વખત જોવા ન મળવાની કરુણ ઘટના બાદ વિધવા માતા પૈસાની તંગીને કારણે મૃતદેહને વતન મોકલી શકી ન હતી. જેને કારણે અંતિમવિધિ સુરતમાં જ કરવા મજબૂર બન્યા હતા.
યુવકનું માથું અને ધડ અલગ થઇ ગયું:
સચિન પોલીસે જણાવ્યું કે, રેલવે ટ્રેક પર એક શ્રમજીવીનું માથું અને ધડ ગંભીર હાલતમાં હોવાની માહિતી મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતકની ઓળખ સચિન નાથ દાસ લક્ષ્મણદાસ તરીકે થઈ છે અને સચિન તલગપુર રોડનો રહેવાસી હતો. ગુરુવારે રાત્રે બનેલી આ ઘટનામાં રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈથી દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનની સામે એક યુવકે પડતું મુકીને મોતને વ્હાલું કર્યું હતું.
આપઘાતનું કારણ સ્પષ્ટ થયું નથી:
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મૃતકે આત્મહત્યા કરતા પહેલા બેંગલુરુના રહેવાસી તેના પિતરાઈ ભાઈ ત્રિલોકન સાથે વિડીયો કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, “હું જીવવા માંગતો નથી.” બીજી કઈ ખબર પડે તે પહેલા જ ફોન કટ થઇ ગયો હોવાનું પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું. જોકે આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી.
પોલીસે ફોન દ્વારા ઘટનાની જાણ કરી હતી:
મૃતકનો પિતરાઈ ભાઈ અંતરજ્ઞાનીએ જણાવ્યું હતું કે, પોલીસે ટેલિફોનિક જણાવ્યું હતું કે સચ્ચિનાથે આત્મહત્યા કરી છે. સચ્ચિનાથ આત્મહત્યા કરી શકે એવો ભાઈ નહોતો. તેમના પિતાના મૃત્યુ પછી, સચ્ચિનાથ તેમની પત્ની, બે બાળકો અને વિધવા માતાની જવાબદારી સંભાળતા હતા. તે ત્રણ મહિના પહેલા જ પોતાના વતનથી સુરત આવ્યો હતો. એક ગરીબ શ્રમજીવી પરિવારની વિધવા માતા પાસે પુત્રનો અંતિમ ચહેરો જોવા સુરત આવવા કે મૃતદેહને ઘરે લઈ જવા માટે પણ પૈસા ન હોવાથી સૌએ સુરતમાં જ અગ્નિસંસ્કાર કરવા પડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.