આ પટેલ નેતા હશે નવા રાષ્ટ્રપતિ? પ્રધાનમંત્રી મોદીના સૌથી વિશ્વાસુ ગણાતા નેતાનુ નામ છે મોખરે

દેશના રાષ્ટ્રપતિ (President of the country) રામનાથ કોવિંદ(Ramnath Kovind)નો કાર્યકાળ આગામી સમયમાં પૂરો થવા જઇ રહ્યો છે. ત્યારે તે બાબતે દેશમાં રાજકારણ ગરમવાનું થતું દેખાય…

દેશના રાષ્ટ્રપતિ (President of the country) રામનાથ કોવિંદ(Ramnath Kovind)નો કાર્યકાળ આગામી સમયમાં પૂરો થવા જઇ રહ્યો છે. ત્યારે તે બાબતે દેશમાં રાજકારણ ગરમવાનું થતું દેખાય રહ્યું છે. જયારે ભાજપ તેમજ RSSની અંદર રાષ્ટ્રપતિ પદ(President’s post)ના ઉમેદવારના નામ અંગે ચર્ચા વિચારણા થઇ રહી છે. આ દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister)તે ઉપરાંત યુપીના રાજ્યપાલ(Governor of UP) આનંદીબહેન પટેલ(Anandibahen Patel)નું નામ સૌથી પહેલા જોવા મળી રહ્યું છે.

જાણવા મળ્યું છે કે 25 જુલાઇ 2022ના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂરો થવાનો છે. ત્યારે આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે તેને લઇ હાલ મંથન ચાલી રહ્યું છે. આનંદીબેન પટેલ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, તેમજ કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાનના નામની હાલ તે અંગે ઘણી ચર્ચા થઇ રહી છે.

વેકૈંયા નાયડુ: આંધ્રપ્રદેશમાં ઘણા સમયથી ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ ભાજપ સાથે જોડાયેલા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નાયડુ 2002 થી 2004 સુધી રહી ચૂકયા છે. તેમજ તે અટલ બિહારી સરકારમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી તરીકે પણ રહી ચૂકયા છે. વેકૈંયા નાયડુ ઑગસ્ટ 2017થી ઉપરાષ્ટ્રપતિ બનેલ છે. જયારે ભાજપ વેકૈંયા નાયડુને રાષ્ટ્રપતિ બનાવીને દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે મોટો રાજકીય સંદેશ આપે તેવી સંભાવના છે.

આનંદીબેન પટેલ: પૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલ આનંદી પટેલ હાલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ પદ પર છે. જયારે દલિત સમાજમાંથી આવતા રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવીને PM મોદીએ લોકોને ચોકાવી દીધા હતા. તેમજ NDAના પહેલાં કાર્યકાળમાં ભાજપ દ્વારા વૈજ્ઞાનિક અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જયારે જાણવા મળ્યું છે કે ભાજપ ભાજપ એક મહિલાને રાષ્ટ્રપતિ બનાવીને 2024 પહેલાં મહિલાઓને એક મોટો રાજકીય સંદેશ આપવા માંગી રહ્યા છે. પરતું આનંદીબેન પટેલ 80 વર્ષથી ઉપરના જોવાના કારણે તે પદ મેળવે તેની સંભાવના ઓછી છે.

થાવરચંદ ગેહલોત: હાલ કર્ણાટકમાં અને 19મા રાજ્યપાલ એક ભારતીય રાજકારણી છે જે થાવરચંદ ગેહલોત છે. થાવરચંદ ગેહલોત  મધ્ય પ્રદેશમાંથી કર્ણાટકના રાજ્યપાલ તરીકે સેવા આપી રહેલા પ્રથમ વ્યક્તિ છે. તેમજ કર્ણાટકના રાજ્યપાલ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. જયારે થાવરચંદ ગેહલોત દ્વારા 11 જુલાઈના 2021ના રોજ કાર્યભાર સંભાળવામાં આવ્યો હતો. થાવરચંદ ગેહલોતએ 2014 થી 2021 સુધી સામાજિક ન્યાય તેમજ સશક્તિકરણ મંત્રી તરીકે પોતાની ફરજ નિભાવી હતી.

આરિફ મોહમ્મદ ખાન: આરિફ મોહમ્મદ ખાન ઉત્તરપ્રદેશના બુલંદશહેરના રહેવાસી છે. જે કેરળના રાજ્યપાલ પણ છે. આરિફ મોહમ્મદ ખાનએ શાહબાનો કેસને લઇ રાજીવ ગાંધીની સરકાર માંથી કેન્દ્રીય મંત્રી પદથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તે વધારે ચર્ચામાં આવી રહ્યા છે. ટ્રિપલ તલાક, CAA જેવા કેસ પર આરીફ હમેંશા ભારતીય જનતા પાર્ટીના સુરક્ષા કવચ બનીને રહ્યા છે ત્યારે એવું થઇ શકે છે કે ભાજપ અને આરએસએસ એકવાર ફરી મુસ્લિમ ચહેરાને રાષ્ટ્રપતિ બનાવીને ફક્ત ભારતને જ નહીં પરંતુ સમગ્ર દુનિયાને પણ સંદેશો આપી શકાય છે કે અમે કોઈપણ દિવસ મુસ્લિમ વિરોધીઓ નથી.

રાષ્ટ્રપતિનો કાર્યકાળ છેલ્લાં 45 વર્ષથી 25 જુલાઇના રોજ જ પૂરો થયો હતો:
જયારે જોવા મળી રહ્યું છે કે દેશના 9મા રાષ્ટ્રપતિ તરીકે 25 જુલાઇ 1977ના રોજ નીલમ સંજીવ રેડ્ડીએ શપથ લીધી હતી. ત્યાર પછીથી દર વખતે 25 જુલાઇના દરમિયાન નવા રાષ્ટ્રપતિ કાર્યકાળ સાંભળી રહ્યા છે. રેડ્ડી પછી વેંકટરમ, જ્ઞાની જૈલ સિંહ, શંકરદયાળ શર્મા, કેઆર નારાયણન, અબ્દુલ કલામ, રામનાથ કોવિંદ અબ્દુલ કલામ અને પ્રતિભા પાટિલ પણ 25મી જુલાઇ દમિયાન શપથ લઇ ચૂકેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *