સુરતમાં મિત્રના હાથે મિત્ર હણાયો… આ કારણે માતા સાથે મળી દીકરાએ પોતાના જ મિત્રને પતાવી દીધો

છેલ્લા થોડા સમયથી સુરત (Surat)માં હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ ફરી સુરતના અડાજણ પાટિયા(Adajan Patiya) વિસ્તારમાં આવેલા સુભાષનગર(Subhashnagar) પાસે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કર્યા હોવાની ઘટના સામે આવી છે. બે મિત્ર વચ્ચે મોબાઈલના ઝઘડામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સાથળે પહોચી હત્યા કરનાર મિત્ર અને તેની માતાની ધરપકડ કરી હતી. હાલ આ અંગે વધુ કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

સુરતમાં વધુ એક હત્યાની ઘટના:
મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલા સુભાષનગર પાસે 22 વર્ષીય સગીર અહેમદ શેખ નામના યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. ગત મોડી રાત્રે તેના મિત્રએ જ સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ રાંદેર પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

મોબાઈલના ઝઘડામાં મિત્રએ જ મિત્રની કરી હત્યા:
જાણવા મળ્યું છે કે, 22 વર્ષીય સગીર અહેમદ જીલાની બ્રિજ પાસે શાકભાજીનો ધંધો કરે છે. ગત મોડી રાત્રિએ તેના મિત્ર ફિરોઝ ચવલી અને તેની માતા સનીન સુભાષનગર પાસે વાતો કરી રહ્યાં હતાં. આ દરમિયાન સગીર અહેમદ શેખ પાસે રહેલ મોબાઈલ પોતાનો છે એવું ફિરોઝ ચવલી જણાવી રહ્યો હતો. જેને લઈને બંને વચ્ચે ઝગડો થયો હતો. જોતજોતાંમાં બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બન્યો હતો.

છાતીના અને પેટના ભાગમાં ચપ્પુના ઘા માર્યા:
આ દરમિયાન બંને મિત્રો વચ્ચે થયેલા ઝઘડામાં ફિરોઝની માતા પણ સગીર અહેમદ શેખને અપશબ્દો અને ગાળાગાળી કરવા લાગી હતી. ત્યારબાદ અચાનક ફિરોઝ દ્વારા ચપ્પુના ઘા ઝીંકી સગીર શેખની હત્યા કરી દેવાઈ હતી. સગીર શેખના છાતીના અને પેટના ભાગમાં ચપ્પુના ઘા મારી માતા, દીકરો ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં. ત્યારે પોલીસ દ્વારા મિત્ર ફિરોઝ તેમજ તેની માતાને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા હતા. હાલ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *