ઉત્તરાયણ પહેલા જ સુરતમાં લોકોના ગળા કપાવવાના થયા શરુ, રોડ વચ્ચે જ અચાનક દોરી આવી જતા…

ઉત્તરાયણનાં તહેવાર પર દોરીને કારણે લોકોના મોત થતાં હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં એક આવી જ ઘટના સુરત શહેરમાંથી સામે આવી રહી છે. ઉતરાયણના તહેવાર પહેલા જ પતંગની દોરી જીવલેણ બની છે.

સુરતમાં આવેલ અલથાણમાં સંબંધીને ત્યાંથી પત્ની સાથે પરત ફરતી વખતે રસ્તાની વચ્ચે પતંગની ધારદાર દોરી આવી જતા લિંબાયતના બાઈક સવાર યુવાનનું ગળું કપાઈ ગયું હતું. પતંગના દોરાથી ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેને સારવાર માટે દાખલ કરાયો છે. યુવકને ગળાના ભાગે તબીબોએ 12 જેટલા ટાંકા લીધા હોવાનું જાણવા મળ્યું છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગોડાદરા પ્રિયંકા પાર્ક સોસાયટીમાં રહેતા દિપક વેડુભાઈ પાટીલ(32)પાલિકામાં કોન્ટ્રાક્ટ હેઠળ ડ્રાઈવરની નોકરી કરે છે. શુક્રવારે સાંજે તેઓ બાઇક પર પત્ની સાથે સંબંધીને ત્યા ગયા હતા. ત્યાંથી તેઓ પરત ફરતા હતા ત્યારે અલથાણ રોડ ધીરજ સન્સ પાસે રસ્તા વચ્ચે પતંગનો દોરો આવી ગયો હતો. પતંગનો દોરો ગળામાં ભેરવાઈ જતા તેમણે તાત્કાલિક બ્રેક મારી દીધી હતી.

જોકે, તેમ છતાં તેમનું ગળું કપાઈ ગયું હતું. તેમજ દોરો પકડતા હાથમાં આંગળીમાં પણ ઈજા થઈ હતી. જેથી તેમને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમને સારવાર માટે દાખલ કર્યા હતા. તબીબોએ તેમના ગળાના ભાગે 12 જેટલા ટાંકા લીધા હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *