ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેર નજીક આવેલા સિંધરોટ(Sindhrot) ગામના એક યુવાને જીવન સામેનો જંગ જીતીને અનેક લોકોને નવજીવન આપ્યું છે. એક સમયે મહીસાગર નદી(Mahisagar river)માં ડૂબીને આપઘાત કરવા મજબુર બનેલા આ યુવાનનો જીવ બીજા લોકો દ્વારા બચાવવામાં આવ્યો હતો. આજે તે મહીસાગર નદીમાં તણાઇ જતા કે આપઘાત કરવા જનારાને પોતાનો જીવ જોખમમાં મુકીને તેનો જીવ બચાવે છે.
અમે તમને જણાવી દઈએ કે, વડોદરા નજીક મહીસાગર નદીના કિનારે સિંધરોટના રહેવાસી એવા 40 વર્ષના યુવાન અર્જુન ગોહિલે ધોરણ ચાર સુધી અભ્યાસ કર્યો હતો. કૌટુંબિક ઝઘડાને કારણે અને ત્રાસથી કંટાળીને તેણે 22 વર્ષની ઉંમરે જ કૂવામાં પડીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જોકે ગ્રામજનોએ તેને બચાવી લીધો હતો. ત્યાર બાદ તે એકવાર મહીસાગર નદીમાં નહાવા ગયો અને વહેણમાં તણાઇ જવા પામ્યો હતો. એક કલાકની જહેમત બાદ તે બહાર નીકળી શક્યો હતો. જેથી તેને એક વિચાર આવ્યો કે પાણીમાં ડૂબી જનારાને કેટલી તકલીફ પડતી હશે. એ વિચારે અર્જુનનું જીવનની કાયા જ પલટ કરી નાખી અને તે અન્ય લોકોના ડૂબતાનો સહારો બન્યો હતો.
મહત્વનું છે કે, જીવનમાં આવેલા આ અણધાર્યા પરિવર્તન અંગે અર્જુન ગોહિલ જણાવતા કહે છે કે, ‘નદીમાં ડૂબ્યા પછી જીવવા માટે મહેનત કરવી પડી હતી. 15 વર્ષ અગાઉ હું મહીસાગરમાં ડૂબી ગયો હતો પરંતુ મને તરતા આવડતું નહોતું. હું એક કલાક સુધી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇને જેમતેમ કરીને કિનારે પહોંચી ગયો હતો. આ ઘટના બન્યા પછી મેં લોકોને બચાવવાનું નક્કી કર્યું અને બાદમાં હું એક તરવૈયો બની ગયો.
વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, તરતા શીખ્યા પછી રોજ સવારથી મહીસાગર નદીને કિનારે કોઇ પણ ડૂબતા કે આપઘાત કરનારાને હું બચાવી લેતો. ‘જોકે, અત્યાર સુધી કેટલા લોકોને ડૂબતા બચાવ્યા છે અને તેની તો અર્જુને નોંધ નથી કરી, પરંતુ અત્યાર સુધી 100 કરતા પણ વધારે લોકોને બચાવ્યાનો તે દાવો કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.