હાલમાં આપણે જાણીએ જ છીએ કે, દિવસેને દિવસે આત્મહત્યાના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. લોકો નાની નાની વાત્મે લઈને આત્મહત્યાનું પગલું ભરતાં હોય છે. આ દરમિયાન ફરી એક આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. જેમાં 20 વર્ષના યુવકે જીવન ટુંકાવ્યું હતું.
આ યુવકે લેસ પટ્ટીના કારખાનામાં જ આત્મહત્યા કરી લીધી હતી. 20 વર્ષના દીકરાએ કારખાનામાં જ ગળે ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા હતાં. દીકરાએ આત્યંતિક પગલું ભરી લેતા પરિવારજમાં શોક છવાઈ ગયો છે. બીજી બાજુ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને યુવકની આત્મહત્યા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કારખાનામાં કામ કરતાં મહેશ જાદવ નામના 20 વર્ષીય મહારાષ્ટ્રીયન યુવકે લેસના કારખાનામાં આત્મહત્યા કરી લીધી હતી. મૃતકનો મોટો ભાઈ શહેરમાં TRB જવાન તરીકે ફરજ બજાવે છે. પોલીસે મહેશ જાદવની ઉંમર 20 વર્ષની હોવાનું અને તે મૂળ મહારાષ્ટ્રનો વતની હોવાનું જણાવ્યું હતું. પરિવારમાં માતા-પિતા અને મોટો ભાઈ છે. આપઘાત પાછળનું કોઈ મુખ્ય કારણ જાણી શકાયું નથી.
મહેશ જાદવે કારખાનામાં જ આપઘાત કરી લેતા પરિવારમાં દુઃખદ વાતાવરણ છવાઈ ગયું છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, મહેશને એવું કોઈ કારણ નહોતું કે આપઘાત કરવો પડે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. જેના અંતે ચોક્કસ મોતનું કારણ જાણવા મળી શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારે અંતિમક્રિયા માટેની તજવીજ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના સુરતના ઉધના વિસ્તારમાં બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle