ગુજરાત(Gujarat): કોરોના(Corona) અને ઓમિક્રોન(Omicron) વેરિએન્ટના આંતકને પગલે ઘણા ખરા દેશમાં હાહાકાર મચી ગયો છે ત્યારે ભારતમાં પણ હાઈરીસ્ક દેશોમાંથી પરત આવી રહેલા મુસાફરોને લઈ સરકાર અલર્ટ પર છે. દક્ષિણ આફ્રિકા(South Africa)માં કોરોનાના નવા વેરિએન્ટે આંતક મચાવ્યો છે તેની ઝપેટમાં અન્ય દેશો પણ આવી ચુક્યા છે ત્યારે UKથી પરત આવેલા કેટલાક શખ્સોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર પણ તંત્ર પણ દોડતું થઇ ગયું છે.
ત્યારે એવામાં ગઈ કાલે હાઈરિસ્ક દેશ ગણાતા દેશ એવા UKથી 33 પ્રવાસીઓ ગુજરાતના વડોદરામાં આવ્યા છે. જેને કારણે વડોદરા તંત્ર એકશનમાં આવ્યું છે. જ્યારે વિદેશથી ગુજરાતમાં આવેલા 318 જેટલા પ્રવાસીઓને હોમ ક્વોરોન્ટાઈ રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે લંડનથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ આવ્યો હતો તેની શંકાસ્પદ ઓમિક્રોન દર્દી તરીકે હોસ્પીટલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ અન્ય એક યુવતીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને પણ હાલમાં સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના કેસ દેશમાં સામે આવતા ભારત સરકાર દ્વારા હાલ 12 દેશોને હાઈરિસ્ક વાળા દેશોની યાદીમાં રાખવામાં આવ્યા છે. હાલમાં હાઈરિસ્કવાળા દેશોમાં સામેલ યુકેથી સપ્તાહમાં બે ફ્લાઈટ અમદાવાદ ખાતે આવી રહી છે. ત્યારે શુક્રવારે મોડી રાતે લંડનથી 236 પેસેન્જરો સાથે ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી અને વિદેશથી આવેલ તમામ યાત્રીઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
આ તમામ યાત્રીઓના એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી વડોદરાની એક 22 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ મળી આવી હતી જેને લઈને હાલમાં તંત્ર સતર્ક બન્યું છે. જેને હેલ્થ ટીમ દ્વારા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી છે. વધુમાં આ મહિલાને ઓમિક્રોન વાઈરસ છે કે નહીં તે અંગેની તપાસ માટે તેના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે પૂણે મોકલી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.