સુરત(ગુજરાત): સોશિયલ મીડિયાના માધ્યમથી અને સુરતમાં ફાઇનાન્સનો વ્યવસાય કરતા યુવકને મહારાષ્ટ્રની મહિલાના ગાઢ પરિચયમાં થયો હતો. યુવકે વિધવા મહિલા સાથે લગ્ન કર્યા બાદ મહિલા યુવકને લુંટીને ચાલી ગઈ હતી. મહિલા સોનાના દાગીના તથા 3.50 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી. એટલું જ નહીં, દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકીઓ આપી લાખો રૂપિયાની માંગ કરતી હોવાનો બનાવ સામે આવ્યો છે. એક મહિના પહેલા તેના 15 જેટલા સાગરીત દેશોતર આવી યુવકને માર મારવાની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ઇડર તાલુકાના રાવોલ ગામના રોહિતકુમાર જેઠાભાઈ પરમાર સૂરતમાં ફાઇનાન્સનો વ્યવસાય કરે છે અને હાલ તે ગાંધીનગર રહે છે. 9 મહિલા પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી રાગિણી મુનૂટ નામની મહિલાના પરિચયમાં આવ્યા હતા. રોહિતકુમારે તેને મળવા માટે અહમદનગરથી અમદાવાદની ટિકિટ બુક કરાવી આપી હતી. તા.07/09/20ના રોજ રાગિણી શર્મા અમદાવાદથી ગાંધીનગર આવી હતી અને રોકાણ દરમિયાન પોતે વિધવા હોવાનું અને રોહિતકુમાર સાથે લગ્ન કરવાની વાત કરી હતી.
તા.09/09/20ના રોજ રોહિતકુમારે દહેગામ તાલુકાના લીંબુતેડા ખાતે મંદિરમાં ફૂલહાર કરી લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તા.15/09/20ના રોજ અહમદનગર પરત જતી રહી હતી અને તા.22/09/20ના રોજ રાગિણી શર્મા પાછી આવી હતી અને તા.12/10/20 સુધી રોકાઈ હતી. ડિસે-20માં રોહિતકુમારેને લાલચંદ કૂંપાવત નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, રાગિણી પર 12થી 15 લાખનું દેવું છે એ તમે ભરી દો અને રાગિણીને લઈ જાઓ, જેથી રોહિતકુમારે બે ચેક કુરિયરથી મોકલી આપ્યા હતા. તે દરમિયાન આ વ્યકતીએ દુષ્કર્મની ફરિયાદ કરાવવાની ધમકી આપતાં બંને ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હતું.
ફેબ્રુઆરી માસમાં રાગિણી સાથેના શારીરિક સંબંધોને લઈ લાલચંદ કૂંપાવત અને રવીન્દ્ર પાલ નામના વ્યક્તિએ ફરીથી ધમકીઓ આપી હતી. તા.08/04/21ના રોજ બપોરે રાગિણી સોનાનું ડોકિયું, ચાંદીના પાયલ અને રૂ.3.50 લાખ લઈને ભાગી ગઈ હતી.
પોલીસ સમક્ષ રોહિતકુમારે પુરાવા રજૂ કરતાં જણાવ્યું હતું કે, રાગિણી શર્માએ પહેલા પણ અહમદનગરના જિતેન્દ્ર રમેશ પાતોડે નામના વ્યક્તિ પર દુષ્કર્મનો કેસ કરી 20થી 25 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું તથા ગૌરવ મુનૂટ નામના વ્યક્તિએ ફસાવી લગ્ન કરી 13.50 લાખ રૂપિયા લીધા છે અને અહમદનગર એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો છે.
તા.06/05/21ના રોજ સવારે સાડાઆઠ વાગ્યાના આસપાસ રોહિત કુમારને અલાઉદ્દીન મસુના ફાર્મ હાઉસ પર બોલાવ્યા હતા અને બે ગાડીઓ ભરીને આવેલા વ્યક્તિઓએ મારીને ધમકીઓ પણ આપી હતો. પોલીસે રાગિણી અજય શર્મા, લાલચંદ કૂંપાવત, રવીન્દ્રનાથ રામસેવક પાલ, શિવ પ્રતાપસિંહ, સોનુ ઇશ્વરચંદ વિશ્વકર્મા, સંજીવન ઇશ્વરચંદ વિશ્વકર્મા, મનીષ ઉર્ફે ડીગ્યા વિશ્વકર્મા, ગીતના, સુરેશ શર્મા, રીટા શર્મા, સવિતા શર્મા, રિન્કુ શર્મા, રાજ, અનિલ ભરવાડ, પાર્થ ,અજાણ્યો વ્યક્તિ મળીને કુલ 15 વ્યક્તિ વિરુધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.