હાલમાં આત્મહત્યાના વધતા કેસોમાં રાજ્યમાં અને ખાસ કરીને સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી એવો એક પણ દિવસ નથી આવ્યો કે, આત્મહત્યાનો બનાવ સામે ન આવ્યો હોય. આત્મહત્યાની ઘટના સતત વધી રહી છે. તેવામાં સુરત (Surat) શહેરમાં બ્રીજ પરથી તાપીમાં છલાંગ લગાવી વધુ એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
છેલ્લા ઘણા સમયથી તાપી નદી પર સતત આપઘાત માટે લોકો જતા હોય છે ત્યારે આજ ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે. તાપી નદીમાં મોતની છલાંગ મારવા ગઈ એક યુવતીને સ્થાનિક લોકો બચાવી લીધી હતી જોકે આ યુવતીને સ્થાનિક લોકોએ બચાવ્યો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના મધ્યમાંથી પસાર થતી તાપી નદી જાને સુરતના લોકો માટે આપઘાત કરવાનું સરળ સાધન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે સતત તાપી નદી પરથી મોતની છલાંગ મારતા હોય છે.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ આવી ઘટના સામે આવી ચુકી છે. આવી ઘટનાઓ અટકાવવા માટે તંત્ર દ્વારા બ્રિજ ઉપર લોખંડના એગલ પણ નખવામાં આવ્યા છે, તેમ છતાં પણ લોકો એગલ પરથી તાપી નદીમાં ઝપલાવી આપઘાત કરતા હોય છે તયારે આજે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ કાપોદ્રા અને ઉતરાણને જોડતા તાપી બ્રિજ પર આજે એક યુવતીએ તાપી નદીમાં મોતની છલાંગ મારવા માટે લોખંડના એંગલ પર ચડી હતી.
બ્રીજ ઉપર થી પસાર થતા લોકોને ખ્યાલ આવી ગયો હતો કે આ યુવતી આપઘાત માટે મોતની છલાંગ મારવાની તૈયારી કરી રહી છે. ત્યારે લોકોએ તાત્કાલિક દોડી જઈને આ યુવતીને પકડી પાડી હતી જોત જોતામાં અનેક લોકો એકત્ર થઈ ગયા હતા અને લોખંડના એગલમાં નદી તરફ કૂદવા ચઢેલી યુવતીને પકડી પાડી ભારે જહેમત બાદ યુવતીને બ્રિજ તરફ લાવામાં આવી હતી અને યુવતીને બચાવી લીધી હતી.
ઘટના સ્થળ ઉપર લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. ત્યાર બાદ પોલીસને પણ જાણકારી આપવામાં આવી હતી. જોકે ઘટના મામલે સ્થાનિક લોકો એ પોલીસને જાણકારી આપતા પોલીસ બનાવ વાળી જગ્યા પર આવીને યુવતીને પોલીસ મથકે લઇ ગયા હતા. જોકે સ્થાનિક લોકોની આ કામગીરી કાબિલે તારીફ હોવાને લઇને રસ્તા માંથી પસાર થતા કોઈ નાગરિકે વીડિયો બનવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.