સુરતમાં બે બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનુ ઘટનાસ્થળે જ કરુણ મોત- ત્રણ સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા

Youth Died In An Accident in Surat: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. અમુક એવા અકસ્માત હોય છે કે અકસ્માતનો ભોગ બનનાર ઘટના સ્થળે જ મ્રત્યુ પામે છે. તેવી જ એક અકસ્માતની ગંભીર ઘટના સુરતના ઉધના વિસ્તારમાં બની છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકનું (Youth Died In An Accident in Surat) ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

સુરતના ભાઠેનામાં બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર તબીબો તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નોકરી પર જાવ નીકળેલા યુવકના મોતના પગલે ત્રણ બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.

મૂળ બિહારના વતની અને હાલ ડિંડોલી શાકભાજી માર્કેટની બાજુમાં ગાયત્રીનગર-1માં રહેતા 39 વર્ષીય અમરેન્દ્ર રામનાથ શર્મા મહાલક્ષ્મી માર્કેટમાં સિક્યુરીટી સુપરવાઇઝર તરીકે નોકરી કરી રહ્યો હતા. તેઓ વહેલી સવારે પોતાની બાઇક પર ઘરેથી મહાલક્ષ્મી માર્કેટ નોકરી પર જવા નીકળ્યા હતા.

અમરેન્દ્ર બાઇક લઇને પસાર થતા સમયે ઉધના ભાઠેના બ્રિજ પાસે અન્ય બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ પાલિકાના માર્કેટ ખાતાના વાહન સાથે અથડાય હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અમરેન્દ્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ઉધના પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમરેન્દ્રને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. જ્યારે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઉધના પોલીસમાં અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *