સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા- જ્વેલર્સ શોપમાં લૂંટ ચલાવે તે પહેલા જ બે આરોપીની ધરપકડ, બે બંદૂક અને ત્રણ જીવતા કારતૂસ જપ્ત

Published on Trishul News at 2:29 PM, Wed, 8 November 2023

Last modified on November 8th, 2023 at 2:30 PM

Surat robbery News: સુરતમાં આંગડિયા પેઢી અને જ્વેલર્સ શોપમાં લૂંટ કરે તે પહેલા જ બે આરોપીઓને સુરત(Surat robbery News) ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. આરોપી પાસેથી એક રિવોલ્વર, એક પિસ્તોલ તેમજ ત્રણ જીવતા કારતૂસ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરતમાં આંગડિયા પેઢી અને જ્વેલર્સ શોપમાં લૂંટને અંજામ આપે તે પહેલા સુરત ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં આ આરોપી મનીષ ઋષિદેવ શાસ્ત્રી દુબે, શુભમ કુમાર ઉર્ફે સોનુ સંજય કુમાર રવિદાસ પાસેથી એક રિવોલ્વર, એક પિસ્તોલ તેમજ ત્રણ જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચે આરોપીની પૂછપરછમાં કરતાં સામે આવી રહ્યું છે કે, સુરતના ઘોડ દોડ રોડ અને મહિધરપુરા વિસ્તારમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. અને જ્વેલર્સના શોરૂમ અને આંગડિયા પેઢીમાં લૂંટ કરવાનો તેમને પ્લાન બનાવ્યો હતો.

અને જે આરોપી પકડાય છે તે આરોપીઓ અડાજણમાં થયેલી રૂપિયા 8 લાખની રોકડ રકમની લૂંટના મુખ્ય આરોપીઓ તરીકે તેમની ઓળખ કરવામાં આવી રહી છે.અડાજણમાં કામ કરી રહેલા તમાકુના વેપારી પર જીવલેણ હુમલો કરી 8 લાખની લૂંટ કરવામાં આવી હતી. અને આ લુંટની ઘટનામાં 3 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. અને તેમની પાસેથી 3.55 લાખની રોકડ રકમ પણ મળી આવી હતી.

Be the first to comment on "સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા- જ્વેલર્સ શોપમાં લૂંટ ચલાવે તે પહેલા જ બે આરોપીની ધરપકડ, બે બંદૂક અને ત્રણ જીવતા કારતૂસ જપ્ત"

Leave a comment

Your email address will not be published.


*