નવસારીમાં જર્જરિત લોખંડવાલા કોમ્પલેક્ષના પહેલા માળની બાલ્કની ધરાશાયી- 40 વર્ષીય મહિલાના મોતથી છવાયો માતમ

Published on Trishul News at 11:09 AM, Tue, 7 November 2023

Last modified on November 7th, 2023 at 11:10 AM

Navsari Complex Collapses News: નવસારીમાં કોમ્પલેક્ષની ગેલેરી એક મહિલા માટે કાળ બની હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, નવસારીમાં એક જર્જરિત કોમ્પલેક્ષના પહેલા માળે એક મહિલા ત્યાં ઊભી હતી. જોકે આ જર્જરિત કોમ્પલેક્ષની ગેલેરીની તૂટતાં મહિલા નીચે પડી ગઈ હતી. ત્યારપછી મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. નોંધનિય છે કે, નવસારી(Navsari Complex Collapses News) પાલિકા જર્જરિત બિલ્ડિંગો અને કોમ્પલેક્ષને માત્ર નોટિસ આપીને જ સંતોષ માની રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

પાલિકાએ આ કોમ્પ્લેક્સની ઘણી નોટિસ આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તેના કારણે આ સમગ્ર ઘટના બની છે. શહેરમાં સો વર્ષથી વધુથી બનાવેલી ઘણી ઇમારતોમાં લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ તેમને ખાલી કરાવવાને લઈને પાલિકાએ કોઈ કામગીરી કરી નથી જેને લઇને આવી ઘટનાઓ બનતી રહે છે લોકો પણ બેજવાબદાર બની આવી ઈમારતોમાં કોઈપણ સમયે અકસ્માત થઈ શકે તેવું જાણતા હોવા છતાં પણ તેમાં વસવાટ કરી રહ્યા છે.

લોખંડવાલા કોમ્પલેક્ષના રહેવાસીઓ અગાઉ પૈસા ખર્ચી રીપેરીંગ કામ પણ કરાવ્યું હતું તેમ છતાં આ ઘટના કેમ બની તે અંગે પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે.લોખંડવાલા કોમ્પલેક્ષમાં હાલ તો પાલિકાએ કોમ્પ્લેક્ષ ખાલી કરવા અંગે લેખિતમાં નોટિસ પણ આપી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો અહીં રહેવું હોય તો પોતાના રિસ્ક પર રહેવું, પરંતુ લોકો ક્યાં વસવાટ કરે તેવી મુશ્કેલીમાં મુકાયા ગયા છે.

કોમ્પલેક્ષમાં રહેતા મોહમ્મદ આલીમ જણાવ્યું છે કે, રાત્રે મહિલા ગેલેરીમાં ઉભી હતી અને તે ગેલેરી એકાએક નીચે તૂટી પડતા તે નીચે પડી ગઈ હતી. જેમાં તેને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ટૂંકી સારવાર પછી તેનું મોત નીપજ્યું છે. અમને પાલિકા દ્વારા નોટિસ આપવામાં પણ આવી છે પરંતુ અમે ક્યાં રહીએ તેનો પ્રશ્ન છે પાલિકા જો રહેઠાણની વ્યવસ્થા કરે તો અમે ખાલી કરવા અંગે વિચારશું.

Be the first to comment on "નવસારીમાં જર્જરિત લોખંડવાલા કોમ્પલેક્ષના પહેલા માળની બાલ્કની ધરાશાયી- 40 વર્ષીય મહિલાના મોતથી છવાયો માતમ"

Leave a comment

Your email address will not be published.


*