આમ આદમી પાર્ટીના નેતાનો ભાઈ બળાત્કારના ગુનામાં પકડાઈ જતા AAP ના નેતા એ આ શું કહી દીધું: સાંભળી લો….

સુરત શહેર આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 4 કાપોદ્રાના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાના ભાઈ મેહુલ વાવલિયાએ 35 વર્ષની ડિવોર્સી મહિલા સાથે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ અડધી રાત્રે…

સુરત શહેર આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 4 કાપોદ્રાના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાના ભાઈ મેહુલ વાવલિયાએ 35 વર્ષની ડિવોર્સી મહિલા સાથે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ અડધી રાત્રે નોંધાતા પોલીસે ધરપકડ કરી છે. વેડરોડ પર સિંગણપોર વિસ્તારમાં રહેતી 35 વર્ષની ડિવોર્સી મહિલા છે. આ મહિલા ઘરે સાડી પર ડાયમંડ ચોંટાડવાનું કામ કરે છે. મહિલાના ભાઈએ કાર ડ્રાઈવિંગ શીખી હતી. મહિલાને પણ કાર ડ્રાયવિંગ શીખવું હતું. જેથી ભાઈની ઓળખાણથી કાપોદ્રામાં હીરા બાગ પાસે શિવ મોટર્સમાં ડ્રાઇવિંગ શીખવા માટે જતી હતી.

ત્યાં ચાર પાંચ દિવસથી આરોપી પૂર્વી સોસાયટી, હીરા બાગ રહેતો મેહુલ છગન વાવલિયા ડ્રાયવિંગ શીખવવા માટે આવતો હતો. મેહુલ વાવલિયાએ ગુરુવારે મહિલાને કહ્યું હતું કે, ટેસ્ટ માટેના લાઈસન્સ માટે નવસારી જવું પડશે. ગુરૂવારે બપોરે તેઓ કારમાં નવસારી જઈ રહ્યા હતા ત્યારે મેહુલે મહિલાને કહ્યું કે, તેના બહેન-બનેવી કાપોદ્રામાં રહે છે પહેલા ત્યાં જવાનું કહીને ત્યાં ગયા પછી મેહુલે બીયર પી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. પ્રતિકાર કરતા મહિલાને માર પણ માર્યો હતો.

મહિલાએ ભાગવાની કોશિશ કરી પરંતુ તેણે રસ્તો જોયો ન હતો. ત્યારબાદ મેહુલે આ મહિલાને હીરાબાગ પાસે ઉતારી દીધી હતી. ત્યાંથી આ મહિલા પોતાના ઘરે ગઈ અને ત્યારબાદ સ્મીમેર હોસ્પીટલમાં ગઈ હતી. હોસ્પિટલમાંથી કાપોદ્રા પોલીસને રાત્રે જાણ કરવામાં આવી હતી. પોલીસે અડધી રાત્રે ફરિયાદ દાખલ કરીને મેહુલ છગન વાવલિયા વિરુદ્ધ બળાત્કાર, માર મારવાની અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને મેહુલની અટકાયત કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટના અંગે મેહુલ વાવલિયાના ભાઈ કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાએ આ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા કરી હતી. ધર્મેન્દ્ર વાવલિયાએ ફેસબુક માધ્યમથી આ ઘટના અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, હાલમાં હું સૌરાષ્ટ્રમાં છું. મારો ભાઈ મારાથી ઘણા વર્ષથી અલગ રહે છે. મારે અને મારા ભાઈ વચ્ચે કોઈ સબંધ નથી. પરંતુ આ કોઈ રાજકીય ષડ્યંત્રના હિસાબે આ પ્રકારનું કાવતરું થયું હોય કે કરવામાં આવ્યું હોય તેવું લાગે છે અને જો આ ઘટનામાં મારા ભાઈનો કઈ દોઢ હોય તો કડકમાં કડક સજા મળે તેવી હું કાપોદ્ર પોલીસ સ્ટેશનને અને પ્રશાસનને માંગણી કરું છું.

વધુમાં તેમણે જણાવતા કહ્યું છે કે, અમે આ ઘટનામાં વચ્ચે ખસેડવાના નથી. જો મારો ભાઈ દોષિત હોય તો તેમને કડકમાં કડક અને અઘરામાં અઘરી સજા કરે તેવી કાપોદ્ર પોલીસ સ્ટેશનને, કમિશ્નર શ્રીને અપીલ કરું છું. આમ આદમી પાર્ટી દ્વારા કોઈ પણ ખોટા કાર્યના વિરોધ કરતા હોય તો મારો સગો ભાઈ પણ હોય તો પણ તેમને બચાવવાનો અને પોલીસને દબાણ કરવાનો ક્યારેય પ્રયત્ન નહી કરું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *