ગુજરાત(Gujarat): આવનારી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP) પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે બેઠકો કરી રહ્યા છે. બીજી બાજુ ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે, એટલે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે મુખ્યમંત્રીનો ચહેરો(AAP CM Gujarat) કોણ હશે તેની આતુરતાનો અંત આવ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના CM પદનો ચહેરો જાહેર કરી દીધો છે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) દ્વારા મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઇસુદાન ગઢવી(Isudan Gadhvi) મુખ્યમંત્રી પદ પર જોવા મળશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે ગુજરાતના ઈતિહાસ માટેઅ ટી મહત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી કોઈ વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન બાજુ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે.આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે અને એક નવું એન્જીન છે. અમે રૂમમાં બેસી નક્કી નથી કરતા કે મુખ્યમંત્રી કોણ હશે. પંજાબના જનતાએ મુખ્યમંત્રી ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે, આમ આદમી પાર્ટી આવી રહી છે.ગુજરાતમાં દરેક સર્વે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. 16.48 લાખ લોકોએ સર્વેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 % મત મળ્યા છે.
ઇસુદાન ગઢવીના માતાએ જાણો શું કહ્યું:
ઈસુદાનના માતાએ જય માં મોગલ અને જય દ્વારકાધિશ કહીને જણાવ્યું હતું કે, માતાજી બધાને આશિર્વાદ આપે, બધા ભાઈઓ બહેનો તેને આશિર્વાદ આપજો. ઈસુદાનના પત્ની હિરલ ગઢવીએ જણાવતા કહ્યું હતું કે, બધા મહાનુભાવોને મારા પ્રણામ, ઈસુદાનજીને આટલી મોટી તક આપી છે ત્યારે બધાનો આભાર માનું છું. માં મોગલ અને દ્વારકાધીશ એમને આશીર્વાદ આપે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.