આમ આદમી પાર્ટીના આ નિર્ણયને કારણે રૂપાણી સરકારનો છૂટશે પરસેવો- ખેડૂતોને લઈને કર્યું મોટું એલાન

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.

અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો ગઢ જમવા માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, મહેશ સવાણી, ઈશુદાન ગઢવી, વિજય સુવાળા અને પ્રવિણ રામ ગુજરાતમાં અલગ-અલગ ગામડાઓમાં જઇને લોકો સાથે જન સંવેદના કાર્યક્રમો કરી રહ્યા છે.

ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં અપૂરતો વરસાદ વચ્ચે સવેદનશીલ સરકાર પર આરોપ લગાવતી આમ આદમી પાર્ટીએ ખેડૂતો, પશુપાલકો અને ખેતમજૂરોની વહારે આવવા સરકાર પાસે મોટી માંગણી કરી છે. ચોમાસું સીઝન શરુ થયા પૂર્વે જ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ખુબ જ નુકસાન થયું છે. પાકને અને ખેતીને ખુબ જ નુકસાન થયું છે. તેવામાં આખો શ્રાવણ વીતી ગયો છ્તા વરસાદનું નામ-ઓ-નિશાન જોવા મળ્યું નથી. પરિણામે, ખેડૂતો માથે તો જાણે મુશ્કેલીઓનો પહાડ ભાંગી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાય ગઈ છે.

આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ કહ્યું છે કે, ગામોમાં ખેડૂત, પશુપાલક, ખેતમજુરની હાલત ખુબ જ કફોડી અને ચિંતાજનક છે. ત્યારે સરકારના લોકો ખેડૂતોના ખેતરે જઇને સર્વે કરવામાં આવે અને ખેડૂતોને હેક્ટરદીઠ ખેડૂતોને રોકડ રકમ ચૂકવવામાં આવે તેવું કહ્યું છે. આમ આદમી પાર્ટીએ માંગ કરતા કહ્યું છે કે, SDRFના ધોરણે સર્વે કરી વળતર ચૂકવવામાં આવે અને ગામમા પીવાના પાણીની વ્યવસ્થા પણ નિશ્ચિત કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. સાથે જ રાશનકાર્ડ વિનાના પરિવારને પણ સરકાર તરફથી પૂરતું અનાજ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

સાથે સાથે કહ્યું છે કે, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે અને જરૂરિયાત મંદો માટે તરત જ સરકાર દ્વારા રાહતકામો શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે . સાથે જ આવી માંગણી સાથે આમ આદમી પાર્ટી બુધવારે અમદાવાદ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવશે અને તેની સાથે બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આમ આદમી પાર્ટી 10 સપ્ટેમ્બરથી એક યાત્રા આયોજિત કરશે. ઉતર ગુજરાતના નડાબેટથી શરુ થનારી આ યાત્રાની પૂર્ણાહૂતિ સોમનાથમાં થશે તેવી માહિતી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *