અવારનવાર આમ આદમી પાર્ટી દ્વારા થઈ રહેલ વિરોધને લઈ સમાચાર સામે આવતા હોય છે ત્યારે સુરત શહેરમાંથી હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર તેમજ કોર્પોરેશન દ્વારા તઘલઘી નિર્ણય લેવામાં આવી રહ્યા છે તેનો વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો.
શહેરમાં આવેલ ઘોડદોડ રોડ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમજ હોદ્દેદારોએ ભેગા થઈને ભીખ માગવાનો કાર્યક્રમ કર્યો હતો. સુરતમાં આવેલ પોશ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ભીખ માંગતા દેખાઈ આવતા સૌ કોઈ લોકોમાં કુતૂહલ ફેલાયું હતું.
આપના કાર્યકરોએ જણાવતાં કહ્યું હતું કે, સરકારના તઘલઘી નિર્ણયને કારણે સામાન્ય વેપારીઓ, દુકાનદારો સહિત અનેક લોકોની રોજી-રોટી છીનવાઈ રહી છે કે, જેને લીધે સરકારની આંખ ખોલવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
બેરોજગારીના વિરોધમાં જોવા મળ્યો રોષ :
કોરોના સંક્રમણમાં થતો ફેલાવો અટકાવવામાં તંત્ર નિષ્ફળ થતા રાજ્ય સરકાર તેમજ સુરત કોર્પોરેશનના વહીવટનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના જણાવ્યા પ્રમાણે સમગ્ર શહેરમાં સતત વધતા જતાં કોરોના સંક્રમણમાં ફરી એકવાર ટેક્સટાઇલ તથા ડાયમંડ ઉદ્યોગ 2 દિવસ માટે સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવ્યા હતા.
આની સાથે જ શહેરની અનેકવિધ રેસ્ટોરન્ટ, જીમ, સિનેમાગૃહો બંધ કરાવવામાં આવતા વેપારીઓ તેમજ શ્રમિક લોકોની આવક પર ખુબ મોટી અસર જણાઈ રહી છે. વેપાર-ધંધા બંધ થઈ જતા બેરોજગારીનો પ્રશ્ન સૌથી મોટો તેમજ વિકટ બનીને સામે આવ્યો છે. લોકો પોતાનું ઘર કેવી રીતે ચલાવે તે એક સૌથી મોટો પ્રશ્ન રહેલો છે.
દંડ સામે વિરોધ :
કોર્પોરેશનના અધિકારીઓ ખોટી રીતે લોકો પાસેથી કરોડો રૂપિયાના દંડ ઉપર આવી રહી છે. હાલમાં લોકોની આર્થિક પરિસ્થિતિ કોરોના સંક્રમણને લીધે નબળી થઈ છે. બીજી બાજુ કોરાણા સંક્રમણને અંકુશમાં લાવવા માટે નિષ્ફળ રહેલ વહીવટીતંત્ર લોકો પાસેથી હજારો રૂપિયા જેવો મસમોટો દંડ ઉઘરાવીને હેરાનગતિ કરવામાં આવી રહી છે. આવા સમયમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં આવેલ પોશ વિસ્તારમાં ભીખ માંગવાનો કાર્યક્રમ કરીને સૌ કોઈને આશ્વર્યમાં મૂકી દીધા હતા.
કડક પગલાંઓનો થયો વિરોધ :
આમ આદમી પાર્ટી દ્વારા વહીવટી તંત્રએ લીધેલ નિર્ણયનો વિરોધ જાહેરમાં જ કરવામાં આવ્યો છે. છેલ્લા 1 વર્ષથી જીમ, સિનેમાગૃહો તેમજ રેસ્ટોરન્ટ પર સૌથી વધારે અસર જણાઈ આવી છે. આવકના સાધનો ઉભા થઇ રહ્યા નથી બીજી બાજુ સરકાર નિર્દયતાપૂર્વક દંડ ઉઘરાવી રહી છે. આપના કાર્યકર્તાઓ દ્વારા ઘોડદોડ રોડ વિસ્તારમાં એકત્ર થઈને પ્રજાની નબળી પડેલી આર્થિક સ્થિતિને રજુ કરવા માટે ભીખ માંગીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.