સુરત(Surat): આમ આદમી પાર્ટી(AAP)ની વિધાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ(CYSS) કોલેજના વિધાર્થીઓને તકલીફ ના પડે તે માટે મેદાનમાં આવી છે. કારણ કે, ધોરણ 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા જ વિધાર્થીઓ કોલેજમાં એડમીશન(Admission Form) માટેના ફોર્મ ભરવા માટે આમથી તેમ ભટકી રહ્યા છે.
વિધાર્થીઓને મુશ્કેલી ના પડે તે માટે ખોલાયા કાર્યાલય:
ત્યારે આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની હેરાનગતી ન થાય અને કોલેજ ફોર્મ ભરવા માટે આમ તેમ ન ભટકવું પડે તે માટે આમ આદમી પાર્ટીની વિધાર્થી પાંખ એટલે કે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત દ્વારા ઠેર ઠેર કાર્યાલયો ખોલવામાં આવ્યા છે.
કોલેજના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં તકલીફ ના પડે તથા પૈસા ન ચૂકવવા પડે તે માટે CYSS દ્વારા વિધાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ફ્રીમાં જ એડમીશન ફોર્મ ભરી દેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
સતત 6 કરતા પણ વધારે દિવસથી કાર્યરત છે CYSS ટીમ:
વિદ્યાર્થીઓના હીત સાથે 6 દિવસથી પણ વધારે વિદ્યાર્થીઓને કોલેજ પ્રશાસન અંગેનું તમામ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમજ એડમિશન અંગેની તમામ માહિતીઓ સાથે એડમિશન ફોર્મ પણ ભરી આપવાની પ્રક્રિયા શરુ છે. અત્યાર સુધીમાં 650 થી પણ વધારે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
છાત્ર યુવા સંઘર્ષ સમિતિના સભ્ય અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અભિષેક સોનાણીએ જણાવ્યું છે કે, હજુ પણ જ્યાં સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધી વિધાર્થીઓ માટે CYSS ટીમ કાર્યશીલ રહેશે અને આવનારા સમયમાં પણ કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ જાતની મૂંઝવણ કોઇ પણ જગ્યાએ આવે નહીં તે બાબતે અમે પ્રયત્નશીલ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.