Arrested AAP Corporator Vipul Suvagiya: સુરતમાં આપના કોર્પોરેટરની ખુલેઆમ દાદાગીરી સામે આવી છે. સ્મીમેરમાં હોસ્પિટલમાં ફરજ બજાવતાં કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પટેલને તમાચો માર્યો હોવાની ઘટના સામે આવતા વરાછા પોલીસે આમ આદમીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરી છે. સ્મીમેરમાં હોસ્પિટલમાં ફરજ બજાવતાં કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પટેલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.
મળતી માહિતી અનુસાર, સુરતની સ્મિમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટમાં ફરક બજાવતા કર્મચારીને આમ આદમીના કોર્પોરેટર વિપુલ સુહાગીયા દ્વારા તમાચો મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પરાગજી નગરમાં રાહુલ પટેલ નામનો વ્યક્તિ પરિવાર સાથે રહે છે અને હોસ્પિટલમાં આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાના કોઈ પરિચિત વ્યક્તિનું કામ સ્મીમેર હોસ્પિટલમાં હતું અને તેને લઈને આ સંબંધી હોસ્પિટલમાં ગયા હતા અને રાહુલને મળ્યા હતા. જો કે, રાહુલનું કામ આયુષ્યમાન કાર્ડની માહિતી આપવાનું છે જેથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના ઓળખીતા વ્યક્તિનું કામ રાહુલ કરી શકે તેમ ન હતો. તેથી પરિચિત વ્યક્તિ દ્વારા આ બાબતે કોર્પોરેટર વિપુલ સુહાગિયાને માહિતી આપવામાં આવી અને ત્યારબાદ કોર્પોરેટર હોસ્પિટલમાં આવીને રાહુલ પાસે જઈને માથાના પાછળના ભાગે માર્યું હતું.
કોર્પોરેટરે રાહુલને માર મારતા તેને કાનમાં દુખાવો થવા લાગ્યો હતો. ત્યારબાદ રાહુલે કાનના દુખાવાની સારવાર લીધી હતી અને અંતે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર સામે કાર્યવાહી કરવા માટે એક અરજી પણ આપી હતી. રાહુલની માંગણી છે કે, કોઈપણ વ્યક્તિ ફરજ બજાવતા ઓન ડ્યુટી વ્યક્તિ પર આ રીતે હાથ ઉપાડી શકે નહીં જેથી તેને મારનાર કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રાહુલે આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયા સામે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત બુધવારે હું મારી ફરજ પર હાજર હતો અને દર્દીઓને આયુષ્માન કાર્ડની માહિતી આપતો હતો. તે દરમ્યાન આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયા ગુસ્સામાં ત્યાં પહોંચ્યા હતા અને ‘તુ મારા માણસનું કામ કેમ કરી આપતો નથી અને લાઈનમાં ઉભો રાખે છે’ એમ કહેતા રાહુલે તે કામ તેનું ન હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન વિપુલ સુહાગીયાએ તેને તમાચો ચોડી દીધો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube