ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કાલે બપોરે ગાંધીધામ એરપોર્ટ(Gandhidham Airport) પર આવી પહોંચ્યા હતા.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી સહિત સેંકડો કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પછી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ ગાંધીધામ અને જૂનાગઢમાં વિશાળ સભાને સંબોધિત કરી હતી. રાત્રે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ ગરબામાં ભાગ લીધો હતો અને માં અંબેની પૂજા કરી હતી અને ગરબે ઘૂમ્યા હતા. પછી 2જી ઓક્ટોબર એ અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને ઇસુદાન ગઢવીએ સંયુક્ત પ્રેસ કોનફરન્સ કરી હતી.
IBના અહેવાલ મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છેઃ અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે વધુ એક મહત્વની વાત એ કહી છે કે, સુત્રોના જણાવ્યા અનુસાર IBનો એક રિપોર્ટ આવ્યો છે, તે રિપોર્ટ મુજબ આજે ગુજરાતમાં ચૂંટણી થાય તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. જો કે રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે આ સરકાર ઓછા માર્જિનથી બની રહી છે, પરંતુ અમે બહુ ઓછી સીટોથી આગળ છીએ. આમ આદમી પાર્ટીની સરકાર મોટી બહુમતી સાથે રચાય તે માટે ગુજરાતની જનતાએ થોડું વધારે જોર લગાવવું પડશે. પરંતુ જ્યારથી આ રિપોર્ટ આવ્યો છે ત્યારથી આ બંને પક્ષ એક થઈ ગયા છે. બંને પક્ષો ખૂબ જ ગુપ્ત બેઠક કરી રહ્યા છે. ખાસ કરીને ભાજપ ખરાબ રીતે બોખલાઈ ગઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી તમે જોતા જ હશો કે બંનેપક્ષો મીટિંગ પછી આવે છે અને મને એક જ ભાષામાં ખરાબ કહે છે.
આજે ભાજપ કોંગ્રેસને કશું કહેતું નથી અને કોંગ્રેસ ભાજપને કશું કહેતી નથી પણ આ બંને મળીને અમને ખરાબ કહે છે અને એક જ ભાષામાં કહી રહ્યા છે. હવે ભાજપ કોઈપણ રીતે કોંગ્રેસને મજબૂત કરવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. જેથી કરીને ભાજપ વિરોધી મતોનું વિભાજન થાય. કોંગ્રેસને આ જવાબદારી સોંપવામાં આવી છે કે આમ આદમી પાર્ટીના જેટલા મળે એટલા વોટ લઇ લો.મને જાણવા મળ્યું છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપમાં જવા માંગતા હતા અને તેઓએ ભાજપ સાથે બેઠક પણ કરી હતી પરંતુ ભાજપે તેમને કહ્યું હતું કે, “હમણાં ના આવો કારણ કે જો તમે હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશો તો કોંગ્રેસ વધુ નબળી પડી જશે. હમણાં કોંગ્રેસમાં જ રહો,અમે તમારી સારી સંભાળ રાખીશું અને અમે અત્યારે કોંગ્રેસને નબળી પાડવા માંગતા નથી.”
કોંગ્રેસને અત્યારે ગુજરાતમાં 10થી વધુ બેઠકો નથી મળી રહીઃ અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવતા કહ્યું હતું કે, હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે, તમે લોકો આ બે પાર્ટીઓથી દૂર રહો, સાવચેત રહો. ગુજરાતમાં હાલ કોંગ્રેસને 10થી વધુ બેઠકો મળી રહી નથી. ગુજરાતમાં કોંગ્રેસ સંપૂર્ણ બરબાદ થઇ ગઇ છે. અને કોંગ્રેસમાં 10 કે તેથી ઓછી બેઠકો જીતનારાઓ પણ ચૂંટણી પછી ભાજપમાં જોડાઇ જશે. આજે સમગ્ર ગુજરાત મોટા પરિવર્તનની અપેક્ષા રાખી રહ્યું છે. ગુજરાતમાં દરેક જગ્યાએ લોકો પરિવર્તન અને બદવાલ માટે મત આપવા તૈયાર છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાત પાસે કોઈ વિકલ્પ નહોતો પરંતુ ભગવાનની દયાને કારણે હવે એક પ્રામાણિક વિકલ્પ પાસે છે. મારી સૌને અપીલ છે કે કોંગ્રેસને મત આપીને ભાજપને જીતાડી ના દેતા.
કોંગ્રેસને મત આપવો નકામો છે અને કોંગ્રેસને મત આપવો એ ગુજરાતના હિતમાં નથી. જે લોકો ભાજપથી નારાજ છે તે બધા સાથે મળીને આમ આદમી પાર્ટીને મત આપો, જેથી ગુજરાતમાં પરિવર્તન લાવી શકાય. જેમ મેં કહ્યું તેમ ગુજરાતના લોકોએ મોટો ધક્કો લગાવવાની જરૂર છે જો ગુજરાતના લોકો એક મોટો ધક્કો માર્યો તો દિલ્હી અને પંજાબના તમામ રેકોર્ડ તૂટી જશે. મારા સૂત્રોએ મને કહ્યું છે કે, આજની તારીખમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે, કારણ કે આમ આદમી પાર્ટી ખૂબ જ ઝડપથી વધી રહી છે અને ભાજપ કોંગ્રેસ ઝડપથી નીચે પડી રહી છે. જો આ ટ્રેંડ ચાલુ રહેશે, તો અમારું વિનિંગ માર્જિન વધશે. પરંતુ હવે અમે બેથી ચાર બેઠકોથી આગળ છીએ અને અમારી સરકાર બની રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.