ઘરે જમવા બોલાવનાર અને હાલ ભાજપમાં જોડાયેલ રીક્ષાચાલક અંગે અરવિંદ કેજરીવાલે જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા…

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કાલે બપોરે ગાંધીધામ એરપોર્ટ(Gandhidham Airport) પર આવી પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Garhvi) સહિત સેંકડો કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પછી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ ગાંધીધામ અને જૂનાગઢમાં વિશાળ સભાને સંબોધિત કરી હતી. રાત્રે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ ગરબામાં ભાગ લીધો હતો અને માં અંબેની પૂજા કરી હતી અને ગરબે ઘૂમ્યા હતા. પછી 2જી ઓક્ટોબર એ અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને પ્રેસ કોનફરન્સ યોજી હતી.

અમદાવાદમાં કેજરીવાલ રિક્ષાવાળાના ઘરે જમવા ગયા હતા. બાદમાં તાજેતરમાં જ અમદાવાદમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં આ રિક્ષાવાળો ભાજપના ખેસ અને ટોપી સાથે જોવા મળ્યો હતો. ત્યારે રીક્ષાચાલક અંગે પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વનું નિવેદન આપ્યું હતું.

દરેક ગુજરાતી મને પ્રેમ કરે છે: અરવિંદ કેજરીવાલ
કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતના 6.5 કરોડ ગુજરાતીઓ મને પ્રેમ કરવા લાગ્યા છે અને આ ખૂબ જ સારી વાત છે. કોંગ્રેસના હોય કે ભાજપના હોય કોઈ મને તેમના ઘરે ભોજન માટે બોલાવે છે તો હું દરેકના ઘરે જાઉં છું. મને એની કોઈ દરકાર નથી કે કોણ કોને વોટ આપે છે. તે સારી વાત છે કે ભાજપના સમર્થકો ભાજપના નેતાને તેમના ઘરે ભોજન માટે આમંત્રણ આપતા નથી પરંતુ તેઓ મને આમંત્રણ આપે છે. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમે ભાજપના લોકોના વીજ બિલ માફ કરીશું અને કોંગ્રેસના લોકોના વીજ બિલ માફ કરીશું. અમે તે બધાની મોંઘવારી ઓછી કરીશું. અમે ભેદભાવ નહીં કરીએ કારણ કે બધા અમારા લોકો છે.

પહેલા ગુજરાતની જનતા પાસે કોઈ વિકલ્પ ન હતો, માત્ર એક જ બટન હતું, હવે બટન બદલાઇ જશે તો ભાગ્ય બદલાઈ જશે : ભગવંત માન
જ્યારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ જીએ શપથ લીધા હતા ત્યારે દિલ્હીનું બજેટ 28 હજાર કરોડ હતું. અને તે સમયે GST ને બદલે 12.5% ​​વેટનો ટેક્સ લાગતો હતો, તો અરવિંદ કેજરીવાલજીએ વેટ ઘટાડી દીધો અને વેટ માત્ર 5% થઇ ગયો. અરવિંદ કેજરીવાલજી એ વેપારીઓ માટે રેડ રાજ બંધ કર્યું. 7.5 ટકાનો વેટ ઘટાડીને દિલ્હીમાં બે હજાર કરોડની આવક વધી ગઇ હતી કારણ કે લોકો ઈમાનદારીથી ટેક્સ ભરવા લાગ્યા હતા. આ એ જ વાત છે કે ઇમાનદાર સરકાર હોય તો આવું થઇ શકે છે. વીજળી મફત મળી શકે છે.

દિલ્હીની જેમ પંજાબમાં પણ અમે વીજળી મફત કરી છે. 17000 લોકોને રોજગાર માટે નિમણૂક પત્રો આપી દીધા. પંજાબમાં હાલમાં 30,000 થી વધુ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર છે એમને કાયમી કરીશું. અહીં તો અમને એ પણ જાણવા મળ્યું છે કે અહીંની પોલીસ પણ કોન્ટ્રાક્ટ પર છે. પરંતુ અમે આઉટસોર્સિંગના યુગનો અંત લાવીશું કારણ કે આઉટસોર્સિંગ કરનારા લોકો અધવચ્ચેથી પૈસા ખાય છે. પંજાબમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે અમે એક હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે અને તેમાં દરરોજ ઘણા બધા ફોન આવે છે અને તેમાં અનેક ધરપકડો પણ થાય છે.

પંજાબના સરકારી અધિકારીઓને પણ લાગવા માંડ્યું છે કે, હવે તેમને માત્ર પગાર પર જ જીવન નિર્વાહ કરવાનો છે. ગઈ કાલે અમે ગુજરાત ગયા ત્યારે અમે જાહેર સભાને જોઇ તો આપોઆપ આટલા બધા લોકો આવ્યા છે, એનો અર્થ એ છે કે આ એક પરિવર્તનનું પ્રતિક છે. જેવો માહોલ ગુજરાતમાં છે બરોબર એવો જ માહોલ ચૂંટણીના એક મહિના પહેલા પંજાબમાં હતો, એટલે કે ગુજરાતની જનતા હવે નવી વાર્તા લખવા માટે તૈયાર બેઠા છે. પહેલા ગુજરાતની જનતા પાસે કોઈ વિકલ્પ નહોતો, માત્ર એક જ બટન હતું, હવે જો એ બટન બદલાઇ જશે તો ભાગ્ય બદલાઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *