આ વિડીયો જોઇને કદાચ તમે વિચલિત થશો અથવા ઘરના સભ્યોની હાજરીમાં નહિ સાંભળી શકો એવો બેફામ ગાળાગાળી કરતો આ વિડીયો કોઈ પુરુષ નહી પણ મહિલાનો છે. મોરબી ભાજપના કાર્યકર્તાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વહેતો કર્યો છે જેમાં દાવો કરાયો છે કે, મોરબી વોર્ડ-૧૧ ગોકુલનગર મોટેશ્વર મહાદેવના મંદિર પાસે રહેતા આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તાએ પોતાના ઘર પાસેથી નીકળતો રસ્તો ગેરકાયદેસર રીતે બંધ કરી દાદાગીરી કરી અને રાહદારીને જેમ ફાવે તેમ ગાળો ભાંડી અસભ્યતા ભર્યું વર્તન કરેલ છે.
આ સાથે તેમણે પુરાવા રૂપે એક કાગળ પણ સોશિયલ મીડિયામાં વહેતો કર્યો છે જેમાં થયેલ ઉલ્લેખ મુજબ મીના નામની મહિલાએ આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
View this post on Instagram
આ વિડીયો બાબતે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાને ટેલીફોનીક માધ્યમથી સંપર્ક કરવાની કોશિશ કરાઈ હતી પરંતુ તેઓએ ફોન રીસીવ કર્યો ન હતો. આ વિડીયો ભાજપના કાર્યકર જતિન ફૂલતારીયા દ્વારા જાહેર કરાયેલો છે, જેની પુષ્ટિ Trishul News કરતું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.