ગુજરાત(Gujarat): નર્મદા(Narmada) જિલ્લાની ડેડિયાપાડા(Dediapada) બેઠકથી આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા(Chaitar Vasava) એક્શન મોડમાં આવી ગયા છે. ચૈતર વસાવા પોતાના મતવિસ્તારમાં વીજળીની સમસ્યા મુદ્દે વીજ કચેરીએ પહોચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં ધારાસભ્યનો ‘પાવર’ બતાવ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તાર માટે મળતી ગ્રાન્ટથી લઈને વીજકર્મચારીઓનાં કામ અંગે ઢીલી નીતિમુદ્દે અનેક સવાલો કર્યા હતા.
તેમણે ધમકીના સ્વરમાં જણાવતા કહ્યું હતું કે, ‘વિજિલન્સવાળા ગામમાં પાંચથી છ વાગ્યે ચેકિંગ માટે ઘૂસે છે. જો પૂછ્યા વગર ગામમાં ઘૂસ્યા તો ગાડીને ગામમાંથી પાછી નીકળવા નહીં દઈએ. તમારી પાસે ચેકિંગ માટે ગાડીઓ છે, સ્ટાફ છે, પરંતુ વીજ કનેક્શન આપવાની વાત કરવામાં આવે તો કહો છો સ્ટાફ જ નથી’. માત્ર 20 ફૂટ સર્વિસ વાયર માટે ધક્કા ખાતા એક વૃદ્ધની સમસ્યા સાંભળીને પણ ચૈતર વસાવા ઉગ્ર રોષે ભરાયા હતા.
મહત્વનું છે કે, નર્મદા જિલ્લાના ઇતિહાસમાં 1 લાખ મતો આજદિન સુધી કોઈ ઉમેદવારને મળ્યા નથી. જયારે 39 હજારની લીડ પણ કોઈ પાર્ટીના ઉમેદવારે મેળવી નથી. આ જીત કોઈ ચૈતર વસાવાની કે આમ આદમી પાર્ટીની નથી પણ જનતાની છે. તેવું ચૈતર વસાવાએ કહ્યું હતું. પોતે વિસ્તરણ અધિકારી તરીકેની નોકરી કરતા હતા અને કચેરીમાં લોકો આવે તેમના કામ ના થાય યોજનાઓનો લાભ ના મળે એ માટે લોકોની સેવા કરવા ચૈતર વસાવાએ 10 વર્ષ અગાઉ પોતાની પહેલી પત્ની શકુંતલા સાથે મળી કામગીરી શરૂ કરવામાં આવી હતી. પછી નર્સની નોકરી કરતી વર્ષા તેમની સાથે જોડાઈ અને ચૈતર સાથે લગ્ન કર્યા આજે બંને બહેનો સગી બહેનની જેમ જ રહે છે.
અમે તમને જણાવી દઈએ કે, એક કાચા મકાનમાં ચૈતર વસાવાનો આખો પરિવાર એક સાથે રહે છે. ડેડીયાપાડાના બોગજ ગામનો એક સામાન્ય યુવાન આજે ધારાસભ્ય બનતા લોકોએ ખુબ જ ઉત્સાહભેર વધાવી લીધા હતા. ચૈતર વસાવાએ જણાવતા કહ્યું હતું કે, આજે આદિવાસીઓની સમસ્યાઓ અંગે ઘણું કરવાનું છે. વિધાનસભામાં ઘણા પ્રશ્નો રજુ કરવાના છે અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.